તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 11th February 2026
મનપાના અંદાજપત્રથી શહેરનો ખરેખર સમતોલ અને સર્વાંગી વિકાસ થશે
વર્ષ ર૦ર૬-ર૭નું નવી લોકભાગ્ય પુરક યોજનાઓ સાથેનું સ્ટેન્ડિંગ કમીટીએ મંજુર કરેલ ૩૬૦૪.૯૦ કરોડના બજેટને આવકારતા નયનાબેન પેઢડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, લીલુબેન જાદવ તથા મનીષભાઇ રાડીયા

રાજકોટ, તા. ૧૧: રાજકોટ મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ.૩૫૯૫.૭૦ કરોડનું વાર્ષિક અંદાજપત્ર મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરી સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવેલ. આ વાર્ષિક અંદાજપત્રમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રૂ.૯૫/- કરોડના નવા કરવેરા સુચિત કરેલ હતા. આ વાર્ષિક અંદાજપત્રનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિસ્તળત અભ્યાસ કરી, શહેરીજનોના વિશાળ હિતને ધ્યાને લઈ તમામ સુચિત કરવેરા રદ કરી, નવી લોકભોગ્ય પુરક યોજનાઓ સાથેનું રૂ.૩૬૦૪.૯૦ કરોડનું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ છે. તેમ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે.
આ વાર્ષિક અંદાજપત્રમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વગેરે દ્વારા રજુ થયેલા સુચનો ધ્યાને લઈ, કુલ ૨૩ નવી યોજનાઓ માટે રૂ.૪૭.૫૦ કરોડની જોગવાઈ કરેલ છે. આ વાર્ષિક અંદાજપત્રથી શહેરનો ખરેખર સમતોલ અને સર્વાંગી વિકાસ થશે.
શહેરના સમતોલ અને સર્વાંગી વિકાસની દિશાને વેગ આપનારુ બજેટ મંજુર કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકરનો મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડિયાએ આભાર વ્યક્ત કરેલ છે.
(4:12 PM IST)










