તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
આશારામજી પબ્લિક સ્કુલમાં શનિવારે માતા-પિતા પૂજન કાર્યક્રમ : વાર્ષિકોત્સવનું આયોજન
વિદ્યાર્થીઓ, યુવાનો માતા-પિતાનું પૂજન કરશે, પૂજન સામગ્રી વિના મૂલ્યે અપાશે, ૧ હજારથી વધુ લોકો લાભ લેશે, દરેક ધર્મના લોકોને લાભ લેવા અનુરોધ

રાજકોટ : આજના મોબાઇલ અને કોમ્પ્યુટર યુગમાં વ્યક્તિ એકાકી બનતા, પોતાના પરિવારથી દૂર થતો જાય છે અને સમાજમાંથી ‘માતૃ દેવો ભવ - પિતૃ દેવો ભવ' જેવા દિવ્ય સંસ્કારોનો લોપ થતો જાય છે ત્યારે આજના બાળકો એન યુવાનોમાં પોતાના પરિવાર અને માતા-પિતા તેમજ વડીલો પ્રત્યે પુનઃ આદરભાવ જાગૃત થાય તે માટે સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત માતા-પિતા પૂજન કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે.
સંત શ્રી આશારામજી પબ્લિક સ્કુલ, ન્યારી ડેમ પાસે, રાજકોટ ખાતે આગમી ૧૪મી ફેબ્રુઆરી, શનિવારના રોજ સાંજે પ થી ૮:૩૦ કલાક દરમ્યાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક ધર્મના યુવાનો અને વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા પોત પોતાના માતા-પિતાનું શાષાોકત વિધિપૂર્વક પૂજન કરવામાં આવશે. આ પૂજનવિધિ માટેની તમામ પૂજા સામગ્રી આયોજકો તરફથી નિઃશુલ્ક ધોરણે પૂરી પાડવામાં આવશે.
પૂજન કાર્યક્રમ બાદ સંત શ્રી આશારામજી પબ્લિક સ્કુલનો વાર્ષિકોત્સવ-ર૦ર૬ ઉજવવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવશે. આ તકે મહેમાનોના હસ્તે શાળાના પ્રતિભાશાળી તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરવમાં આવશે. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે.આયોજનને સફળ બનાવવા માટે શ્રી યોગવેદાંત સેવા સમિતિ અને શાળા સંચાલન મંડળના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જાહેર જનતાને સંત શ્રી આશારામજી પબ્લિક સ્કુલ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. વધુ વિગત માટે મો. ૯૯ર૪રર૪૯૦પ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:39 PM IST)










