<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

ઘરેથી ભાગેલી ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીને રાજકોટમાં લંપટ રિક્ષાચાલક સિકંદરનો ભેટોઃ વાંસામાં હાથ ફેરવી અડપલાઃ દિલ્‍હી જતાં રહેવા કહ્યું!

બાળાએ રાજકોટ આવી મિત્રને ફોન કરી પોતાની સાથે ભાગવાનું કહ્યું પણ મિત્ર ન આવતાં એસટી બસ સ્‍ટેશને પહોંચી, અહિ જંગલેશ્વરના સિકંદર નામના શખ્‍સે લીમડા ચોકથી ખાનગી બસની ટિકીટ લઇ દીધી, ફોન નંબરની આપ-લે કરીઃ નોકરીની લાલચ આપી સુરતને બદલે બીજા ગામે ઉતરવા સલાહ દીધી : બાળા લીમડા ચોકમાં રિક્ષામાં હતી ત્‍યારે જ કુટુંબીજનો આવતાં સિકંદરે બાળાના કહેવાથી રિક્ષા ભગાવીઃ પછી બાળાના કહેવાથી જ તેને રાવકી પાસે ઉતારીઃ હવે પછી ભાગવું હોય તો પોતાનો સંપર્ક કરવા કહ્યું: સિકંદરનો ઇરાદો શું હતો? પોક્‍સો હેઠળ ગુનો નોંધી એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૨: રાજકોટ જીલ્લાના એક ગામમાં રહેતી અને ધોરણ-૧૦માં અભ્‍યાસ કરતી ૧૫ વર્ષની છાત્રા ઘેરથી ભાગી નીકળ્‍યા બાદ રાજકોટ પહોંચી પોતાના મિત્રને ફોન કરી પોતાની સાથે ભાગી જવાનું કહેતાં મિત્રએ ના પાડતાં તે રાજકોટ એસટી બસ સ્‍ટેશને આવી હતી. અહિથી તેણીને નાસિક જવું હોઇ એક સિકંદર નામના રિક્ષાવાળાએ તેણીને એસટી નહિ મળે લીમડા ચોકથી બસ મળશે તેમ કહી તેના વાંસામાં હાથ ફેરવી જાતીય સતામણી કરતાં અને બાદમાં લીમડા ચોકમાં લાવી સુરતની ટીકીટ કરાવી દીધા બાદ તેણીને હું તને નોકરી અપાવીશ, તું અત્‍યારે સુરત ન જતી પણ વચ્‍ચે ગામ આવે ત્‍યાં ઉતરજે અને ફોન કરજે, અને દિલ્‍હી જતી રહેજે તેવી વાતો કરતાં પોલીસે ગુનો દાખલ કરી જંગલેશ્વરના શખ્‍સને સકંજામાં લીધો છે.

સગીરાને શોધી રહેલા તેના કુટુંબીઓ લીમડા ચોકમાં આવી જતાં સગીરાના કહેવાથી સિકંદરે રિક્ષા ભગાવ્‍યા બાદ તેણીના કહેવાથી જ તેને રાવકી ગામ પાસે ઉતારી દઇ ત્‍યારે પણ તારે ભાગવું હોય તો મારો સંપર્ક કરજે તેવું કહી ભાગી જતાં આ શખ્‍સનો ઇરાદો શું હતો? દિલ્‍હીમાં તે સગીરાને કોની પાસે શા માટે મોકલવાનો હતો? તેની તપાસ થઇરહી છે.  આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે રાજકોટ જીલ્લાના એક ગામે રહેતાં ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના પિતાની ફરિયાદને આધારે સિકંદર નામના શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

ફરિયાદીએ જણાવ્‍યું છે કે મારે ત્રણ સંતાન છે જેમાં એક દિકરીની ઉમર ૧૫ વર્ષની છે જે રાજકોટ જીલ્લાના જ એક ગામમાં ધોરણ-૧૦માં અભ્‍યાસ કરે છે. ગત ૨૮/૧/૨૬ના રોજ અમારે કુટુંબમાં  પ્રસંગ હોઇ જેથી દિકરી ઘરે આવી હતી. ૧૦/૨ના રોજ તે ઘરે હાજર ન મળતાં અમે શોધખોળ કરી હતી. બાદ તેના અભ્‍યાસના સ્‍થળે તપાસ કરી હતી. ત્‍યાં અમે વાત કરી હતી કે દિકરી પ્રસંગ હોવાથી ૨૮મીએ ઘરે આવી હતી અને બાદમાં અહિ જ હતી. બાદમાં અહિથી નીકળી ગઇ છે. આ પછી અમે દિકરીની સગા સંબંધીઓને ત્‍યાં શોધખોળ કરી હતી પણ પત્તો મળ્‍યો નહોતો.

આ દરમિયાન ૧૦/૨ના રાતે દિકરીએ મને ફોન કરી કહેલું કે હું રાજકોટ છું અને મને રાવકી ગામેથી તેડી જાવ. આથી અમે રાવકી પહોંચતા ત્‍યાં દિકરી મળી હતી. આ પછી અમે દિકરીને ઘરેથી ક્‍યાં ગઇ હતી? તે વિશે પુછતાં તેણીએ કહ્યું હતું કે-મારો ફ્રેન્‍ડ જામકંડોરણા તરફ રહે છે તેને મેં ફોન કરી માધાપર ચોકડીએ આવવા અને ત્‍યાંથી બંને ભાગી જઇએ તેવુ કહ્યું હતું. પરંતુ મિત્રએ ભાગવાની કે રાજકોટ આવાવની ના પાડી દીધી હતી. મારે ઘરે આવવું ન હોઇ અને નાસિક સગાના ઘરે જતું રહેવું હોઇ જેથી હું રિક્ષામાં બેસી રાતે પોણા નવેક વાગ્‍યે રાજકોટ એસટી બસ સ્‍ટેન્‍ડ ખાતે પહોંચી હતી. બસ સ્‍ટેશનમાં આવેલી દુકાનેથી મોબાઇલનું ચાર્જ લઇ હું બહાર બેઠી હતી ત્‍યારે એક દાઢીવાળો શખ્‍સ આવ્‍યો હતો. જેણે મને ‘બહેન તમારે ક્‍યાં જવું છે?' પુછતાં મેં તેને કહેલુ કે મારે ગોંડલ-નાસિક રૂટની બસમાં બેસી નાસિક જવું છે. આથી તેણે કહેલું કે-બસ હવે નહિ હોય, તું અહિથી સુરત જતી રહે, ત્‍યાંથી નાસિકની બસ મળી જશે.

આ પછી હું અને અજાણ્‍યો શખ્‍સ બસ સ્‍ટેશનમાં ગયા હતાં. જ્‍યાં સુરતવાળી બસ ઉભી હોઇ તેમાં ચડી હતી, પણ બસ ખાલી ન હોઇ જેથી નીચે ઉતરી જતાં  એ શખ્‍સ ફરીથી આવ્‍યો હતો અને મારી પીઠ પાછળ વાંસમાં હાથ ફેરવી કહેલું કે-તું હજી અહિ કેમ ઉભી છો? જેથી કહેલું કે બસ ફુલ છે, આથી તેણે હું તને લીમડા ચોક લઇ જાવ, ત્‍યાંથી બસ મળી જશે. તેમ કહેતાં હું તેની રિક્ષામાં બેસી લીમડા ચોક જવા નીકળી હતી. ત્‍યાં ત્રણેક ટ્રાવેલ્‍સ ઓફિસે તપાસ કરી હતી પણ બસ ફુલ હતી. આથી તે ચોથી ટ્રાવેલ્‍સની ઓફિસે લઇ ગયો હતો. જ્‍યાં  એક સિંગલ સોફાની સીટ ખાલી છે તેવુ કહેવાતાં મેં ટિકીટ લીધી હતી. એ વખતે આ શખ્‍સે ટીકીટના રૂપિયા આપ્‍યા હતાં અને મારા મોબાઇલમાં ફોન કરી અને ટીકીટમાં નંબર લખાવ્‍યા હતાં. મેં તેનું નામ પુછતાં તેણે  સિકંદર જણાવ્‍યું હતું.

બાદમાં તેણે મારી ટિકીટ કન્‍ફર્મ કરાવી કહ્યું હતું કે બસ રાતે પોણા બારની છે. એ પછી ફરી મને રિક્ષામાં બેસાડી હતી અને મારો મોબાઇલ લઇ તે ઓફિસમાં ચાર્જીંગમાં મુકવા ગયો હતો. એ પછી તે રિક્ષામાં આવી બેસી ગયો હતો અને મને કહેલુ કે-હું તને નોકરી અપાવીશ, તું આ બસમાં બેસીને સુરત ન જતી પણ હું કહું એ ગામમમાં .તરી જજે અને ત્‍યાંથી તું દિલ્‍હી જતી રહેજે. તને બસ ન મળે તો મને ફોન કરજે. ત્‍યાંથી નાસિકની બસ કરાવી આપીશ તેમ કહ્યું હતું.  મેં તેને હા હું ફોન કરીશ તેમ કહેતાં તે ચા લેવા ગયો હતો. ચા લાવીને મને પરાણે પીવડાવી હતી. બાદમાં તેણે નાસ્‍તાનું અને મજમવાનું પુછ્‍યું હતું અને આપણે બંને હોટેલમાં જમવા જઇએ તેવું કહ્યું હતુ. પણ મેં ના પાડી હતી.

એ પછી તેણે કોઇ બીજા સાથે અને કોઇ લેડીઝ સાથે ફોનમાં વાત કરી હતી. એ પછી હું ટ્રાવેલ્‍સની ઓફિસમાં મારો ફોન ચાર્જીંગમાં રાખ્‍યો હોઇ તે લેવા ગઇ હતી અને ફરીથી મારા ફ્રેન્‍ડને ફોન કરતાં તેણે હું હમણા આવુ છું. તેમજ નાસિક રહેતાં મામાને પણ ફોન કરીને હું નાસ્‍કિ આવુ છું તેમ કહેતાં તેણે મને ફોન કરતી રહેજે, ધ્‍યાન રાખજે તેમ કહ્યું હતું. એ પછી સિકંદર આવ્‍યો હતો અને કહેલું કે મારે પણ સુરત જવાનું હતું. પણ મારે કામન ન હોત તો ડબલના સોફામાં બેસાડીને તને નાસિક મુકી જાત. આ પછી મારા ફ્રેન્‍ડો ફોન આવ્‍યો હતો. તે વખતે  હું રિક્ષામાં જ બેઠી હતી. ત્‍યાં જ મારા કુટુંબી ભાઇઓ પણ આવી ગયા હતાં. જેથી મેં સિકંદરને કહેલું કે તમે રિક્ષા ભગાવો. આથી તે રિક્ષા ચાલુ કરી નવાગામ તરફ લઇ ગયો હતો. એ દરમિયાન હું ભણું છું એ સંસ્‍થાના મહિલા કર્મચારીનો મને ફોન આવ્‍યો હતો અને મારું લોકેશન માંગ્‍યું હતું.

જેથી મેં કહેલું કે મને ખબર નથી કે હું ક્‍યાં છું. જેથી મેં સિકંદરને ફોન આપતાં મહિલા કર્મચારીએ તેને કહેલું કે તું આને મવડી ચોકડીએ ઉતારી જા. આથી સિકંદરે રિક્ષા પાછી વાળી હતી અને મને કહેલું કે તારે મારી ઘરે આવવું છે. જેથી મેં ના પાડી જ્‍યાંનુ કીધુ ત્‍યાં રિક્ષા લઇ લેવાનું કહેતાં તેણે રસ્‍તામાં ઓવર બ્રીજ પર મેં રિક્ષા ઉભી રખાવી બાથરૂમ જવા ઉતરી હતી એ વખતે  તેણે મારી બસની ટીકીટ લઇ લીધી હતી.  તેના મોબાઇલ નંબર ડીલીટ કરી નાંખ્‍યા હતાં. પછી મને કહેલું કે તારે તારા ઘરેથી ભાગવું હોય ત્‍યારે મને કહેજે, આપણે બસ સ્‍ટેશનથી અહિ સુધી જે વાત થઇ તે તારા ઘરનાને ન કહેતી. તેમ કહી તે મની રાવકી સુધી રિક્ષા મારફત મુકી ગયો હતો. જ્‍યાં મારા કુટુંબીઓ અને સંસ્‍થાના મહિલા કર્મચારી હાજર હતાં. બાદમાં મેં આ સિકંદરે મારી સાથે જાતીય સતામણી કરી વાંસામાં હાથ ફેરવ્‍યા હોઇ તેની વાત કરતાં મારી દિકરીએ કરતાં અમે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં ફરિયાદીએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ ડી. વાય. મહંતે પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જંગલેશ્વરના સિકંદરને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

(2:54 PM IST)