<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

વૈષ્‍ણવો માટે યમુના મહારાણીજીના પ૧ લોટીજી ઉત્‍સવ, સમુહ માળા પહેરામણી, ફુલફાગ રસિયા

શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગૃપ દ્વારા ૧ માર્ચના આયોજન

રાજકોટ : શ્રી રાજકોટ હાલારી શ્રીમાળી સોની નવચેતના ગૃપ દ્વારા સર્વે જ્ઞાતિ વૈષ્‍ણવો માટે શ્રી યમુના મહારાણીજીના પ૧ લોટીજીનો મહાઉત્‍સવ એવમ સમૂહ માળા પહેરામણી તેમજ ફુલફાગ રસિયાનો કાર્યક્રમ શ્રી રાસરાસેશ્વર નિકુંજનાયક શ્રીનાથજી બાવા એવમ શ્રી શ્‍યામ મનોહર પ્રભુઃ તથા શ્રી કૃષ્‍ણારસામૃત શરણાગત વત્‍સલ શ્રી શ્‍યામ સુંદર શ્રી યમુના મહારાણીજી એવમ શ્રી રસકુંજ હવેલી - રાજકોટના યુવા વૈષ્‍ણાવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રી (ચોપાસની-જુનાગઢ-રાજકોટ-કાલાવાડ)ની આજ્ઞાથી કાર્યક્રમનું આયોજન કરેલ છે.

શ્રી યમુના મહારાણીજી લોટીજી ઉત્‍સવ તથા સમુહ માળા પહેરામણી મનોરથ એવમ વધાઇ કિર્તનના સુક્ષ્મ મનોરથ તેમજ હોલી રસીયા (ફૂલફાગ) કાર્યક્રમનું આયોજન તા. ૧ માર્ચ, રવિવાર, શ્રીજી ગૌશાળા, ખંઢેરી સ્‍ટેડીયમ સામે, જામનગર રોડ ખાતે રાખવામાં આવેલ છે.

જેના મુખ્‍ય મનોરથ ગૌ.વા. પરષોત્તમદાસ કાલીદાસ લાઠીગરા (ભાયાવદરવાળા) હ. ગૌ.વા. હરસુખલાલ પરષોત્તમદાસ લાઠીગરા છે. માળા પહેરામણી તથા લોટીજી ઉત્‍સવની ન્‍યોછાવર રૂા. ૪૧૦૦ રાખેલ છે. શ્રી યમુનાજી લોટીજી-તુલસીજી કંઠી તથા ૧પ વૈષ્‍ણવોને પ્રસાદ લેવડાવાના પાસ તેમજ જે મનોરથીને અલગથી પ્રસાદ લેવડાવવાના પાસ જોઇતા હોય તો બપોરના પ્રસાદ પાસની ન્‍યોછાવર રકમ રૂા. ર૦૦ અને રાત્રીના પ્રસાદ પાસની ન્‍યોછાવર રકમ રૂા. ૧૦૦ અલગથી ભરીને  મનોરથ નોંધાવતી વખતે મેળવી શકાશે. મનોરથમાં નામ નોંધાવા તા. ર૦ સુધીમાં તેમજ વધુ માહિતી માટે પ્રમુખ કૈલાશભાઇ ડી. રાજપરા, મો. ૯૮ર૪૮૮૯૯૪પ, મંત્રી જયેશભાઇ ડી. ગેરીયા - મો. ૯૮રપ૬૩૪૭૪૪, ઉપપ્રમુખ હિતેશભાઇ આર. રાજપરા - મધુરમ આર્ટ, ૯ - પન્‍ના માણેક, પેલેસ રોડ, આશાપુરા મંદિરની સામે, રાજકોટ, મો. ૯૮ર૪ર૦૭૮૧૧, ખજાનચી કિશોરભાઇ બી. માંડલીયા - બાબુલાલ લક્ષ્મીચંદ અન્‍ડ સન્‍સ, ૧૩, માંડલીયા ચેમ્‍બર્સ, ગધીવાડ, સોની બજાર, રાજકોટ - મો. ૯૮ર૪૪૧૬૬૮૪, કારોબારી સભ્‍ય ધર્મેશભાઇ એન. સાહોલીયા - સીલ્‍વર એનેક્‍સી, દુકાન નં. ૩૦૬, હાથીખાના મેઇન રોડ, વિરાણી વાડી પાસે, રાજકોટ. મો. ૯૪ર૮૪ ૬પપપ૯, સિલાઇ મશીન વિતરણ કન્‍વીનર ભાવેશભાઇ એ. ગેરીયા - ૭, મંગલમ ચેમ્‍બર્સ, મીના ગલી, માંડવી ચોક, સોની બજાર, રાજકોટે. મો. ૯૩ર૭૦૦ર૯૦૦ જતીનભાઇ સોનીનો સંપર્ક કરવો. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:11 PM IST)