<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

૨,૦૦૦ કિલોમીટરની ૯ વર્ષથી અવિરત તપશ્ચર્ય : અયોધ્‍યા દિગંબર અખાડવાના સતનારાયણદાસ ત્‍યાગીની દિવ્‍ય દંડવત યાત્રા દ્વારકા પહોંચશે

૧૨ જ્‍યોતિર્લીંગ અને ૪ ધામની ૯ વર્ષથી અવિરત દંવતયાત્રા : રસ્‍તા ઉપર ચાદર, રજાઇ કે કોઇ જ વષા પાથરતા નથી : અલોૈકિક સાધના, અકલ્‍પનીય તપ

 

રાજકોટ : (જયેશ ભટાસણા  દ્વારા) સનાતન ધર્મમાં ‘ત્‍યાગ' અન ‘તપસ્‍યા'નું સ્‍થાન સર્વોપરી રહ્યું છે. જ્‍યારે આધુનિક યુગ ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ દોડી રહ્યો છે, ત્‍યારે અયોધ્‍યાના પવિત્ર દિગંબર અખાડાના એક તેજસ્‍વી સંત, મહાત્‍મા શ્રી સતનારાયણદાસજી ત્‍યાગી, પોતાની કઠિન સાધના દ્વારા ભક્‍તિની એક નવી મશાલ પ્રગટાવી રહ્યા છે. રાંચીથી શરૂ થયેલી તેમની આશરે ૨,૦૦૦ કિલોમીટરનીદંડવત યાત્રા આજે માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે શ્રદ્ધા અને અતૂટ સંકલ્‍પનું જીવંત ઉદાહરણ બની છે.

શ્રી સતનારાયણદાસજી ત્‍યાગી અયોધ્‍યાના  પ્રતિષ્ઠિત મણીરામ છોટી છાવની સાથે જોડાયેલા છે. તેઓ તેરાભાઈ ત્‍યાગી પરંપરાના સાધુ છે. તેમને ગુરુ ૧૦૮ વિશ્રામદાસજી ત્‍યાગી અને દાદાગુરુ નિતગોપાલદાસજી ત્‍યાગીના દિવ્‍ય આશીર્વાદ પ્રાપ્ત છે. એક દિગંબર સાધુ તરીકે, તેમણે સંસારની તમામ મોહ-માયાનો ત્‍યાગ કરીને પ્રભુ શ્રી રામના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે.

આ યાત્રા પાછળ કોઈ ભૌતિક કારણ નથી, પરંતુ ઈશ્વરીય આદેશ છે. વર્ષ ૨૦૧૭માં મહાત્‍માશ્રીને સાત વખત દિવ્‍ય સાક્ષાત્‍કાર અને સંદેશ પ્રાપ્ત થયા. આ આદેશને શિરોધાર્ય કરી, તેમણે હાથમાં માત્ર એક શ્રીફળ ધારણ કર્યું અને રામનામનો જાપ કરતાં-કરતાં દંડવત પ્રણામની મુદ્રામાં યાત્રાનો આરંભ કર્યો. રાંચીથી શરૂ થયેલી આ યાત્રાના પ્રથમ તબક્કામાં તેમણે અયોધ્‍યા, ચિત્રકૂટ અને વળંદાવન જેવા પવિત્ર ધામોને માથે ટેકવીને વંદન કર્યા છે. આ યાત્રા સામાન્‍ય પદયાત્રા નથી, પણ પળેપળની કસોટી છે તેઓ ચાલીને નહીં, પણ આખા શરીરને જમીન પર દંડવત પ્રણામ કરી, અંતર કાપે છે. દરરોજ તેઓ આશરે ૫ કિલોમીટરનું અંતર આ રીતે કાપે છે. તેમની પાસે કોઈ સામાન, વાહન કે સુવિધા નથી. તેઓ એકલ વિહારી સાધુ છે. તેઓ માત્ર ‘અબોટ પાણી' (વહેતું જળ) ગ્રહણ કરે છે. સ્‍વાદિષ્ટ ભોજન કે હોટલના આહારનો તેમણે સંપૂર્ણ ત્‍યાગ કર્યો છે. જ્‍યાં પણ કોઈ ભાવિક ભક્‍ત શુદ્ધ સાત્‍વિક અન્ન અર્પણ કરે, ત્‍યાં જ તેઓ સાધુ સહજ ભાવે ભોજન લે છે. છેલ્લા ૯ વર્ષથી આ યાત્રા અવિરત ચાલી રહી છે, જે તેમની અજોડ ધીરજ દર્શાવે છે.

રાંચી થી સોમનાથ સુધી : આ ઐતિહાસિક યાત્રામાં મહાત્‍માશ્રીએ અનેક જ્‍યોર્તિલિંગ અને ધર્મસ્‍થાનોના આશીર્વાદ લીધા છે. ગોકુળ, મથુરા અને નંદગામમાં રાધારાણીની કળપા મેળવી તેઓ ઓમકારેશ્વર અને ઉજ્જૈન મહાકાલના શરણે પહોંચ્‍યા હતા. અત્‍યારે આ યાત્રા ગુજરાતની પવિત્ર ધરતી પર જામનગર નજીક પહોંચી છે. હવે તેઓ દ્વારકાધીશના શરણે જઈ રહ્યા છે. ત્‍યારબાદ નાગેશ્વર જ્‍યોર્તિલિંગના દર્શન કરી આ યાત્રા સૌરાષ્‍ટ્રના રત્‍ન એવા સોમનાથ મહાદેવના દરબારમાં પૂર્ણ થશે. હજુ આશરે ૧૦૦ દિવસની કઠિન દંડવત યાત્રા બાકી છે. આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્‍ય વ્‍યક્‍તિગત મોક્ષની સાથે સાથે જગત કલ્‍યાણ, ગૌરક્ષા અને સનાતન સંસ્‍કળતિના જતનનો છે. મહાત્‍માશ્રી કયારેય કોઈની પાસે કશું માંગતા નથી. પરંતુ, તેમની ભક્‍તિ જોઈને લોકો સ્‍વયંભૂ તેમની સેવામાં જોડાય છે. હાલમાં રાજકોટ ના સેવાભાવી શ્રી રમેશભાઈ મકવાણા (રાજકોટના કાર્પોરેટર બાબુભાઇ મકવાણાના ભાઇ)અને તેમના સાથી મિત્ર  બન્ને રાજકોટથી દ્વારકા સુધી સતત તેમની સાથે રહી સેવા આપી રહ્યા છે. આ સાધુ મહારાજને એકલા દંડવત યાત્રાએ નીકળેલા જોઇ તેમનામાં કોઇ અલોૈકિક ભાવ જાગ્‍યો અને સ્‍વફૂરણાથી આ દંડવત યાત્રામાં સેવા આપવા જોડાઇ ગયા.આપ સહુ  વાંચક ભાઇ-બહેનોમાંથી જેમને પ્રેરણા થાય તેઓ સેવા આપી શકે છે. અત્‍યારે રાજકોટ -જામનગર હાઇવે ઉપર ફલ્લાથી આગળ તેમજ દંડવત યાત્રા આગળ વધી રહી છે.

 તેમની સાથે રહીને આ પુણ્‍યશાળી યાત્રામાં સહભાગી બની રહ્યા છે. ગુજરાતના ભાવિકો માટે આ એક સુવર્ણ અવસર છે કે આવા ઉચ્‍ચ કોટિના સંતના દર્શન કરી શકે. જો કોઈ શ્રદ્ધાળુ મહાત્‍માશ્રીના દર્શન કરવા ઈચ્‍છતા હોય, તો તેઓ રમેશભાઈ મકવાણાનો (મોબાઈલ  નં. ૮૫૧૧૧૧૧૦૧૫) પર સંપર્ક કરી શકે છે.

શ્રી સતનારાયણદાસજી ત્‍યાગીની આ ૨,૦૦૦ કિલોમીટરની દંડવત યાત્રા માનવજાતને શીખવે છે કે જો મનમાં ઈશ્વર પ્રત્‍યે અતૂટ શ્રદ્ધા હોય, તો ગમે તેટલો લાંબો અને કઠિન માર્ગ પણ ટૂંકો લાગે છે. તેમના દરેક દંડવતમાં સનાતન ધર્મનો વિજય અને માનવતાના કલ્‍યાણની ભાવના છુપાયેલી છે. ધન્‍ય છે આ ધરતી અને ધન્‍ય છે આવા સાધુ પુરુષ, જેમના તપથી વાતાવરણ પવિત્ર બની રહ્યું છે.(૪૧.૮)

(3:38 PM IST)