News of Thursday, 12th February 2026
‘વંદે માતરમ' દેશભકિતનું પ્રતીકઃ જિલ્લા પંચાયતમાં આ ગીત ગુંજશે
ભારત સરકારના નિર્ણયને આવકારતા રાજુ ડાંગર

રાજકોટ, તા.૧૨: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુ ડાંગરએ દેશમાં સરકારી જાહેર કાર્યક્રમોમાં વંદેમાતરમ ગીત ફરજિયાત કરવાના ભારત સરકારના નિર્ણયને આવકારી જણાવ્યું છે કે આ ગીત દેશ ભકિતનું પ્રતીક છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ‘જનગણ' ગીત ગાવાની પરંપરા છે હવે તે ઉપરાંત ‘વંદે મારતમ'નું ગીત સન્માનપૂર્વક ગાવામાં આવશે. શ્રી રાજુડાંગરએ જણાવેલ કે વંદે માતરમ ભારતનું રાષ્ટ્રીય ગીત છે, જેની રચના બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા ૧૮૭૦ના દાયકામાં સંસ્કૃત અને બંગાળી મિશ્રિત ભાષામાં કરવામાં આવી હતી તે સો ૈપ્રથમ ૧૮૮૨માં તેમની નવલકથા ‘‘આનંદમઠ'' માં પ્રકાશિત થયું હતું ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો મળ્યો.
શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે દેશભરમાં વંદેમાતરમ ગીતની ૧૫૦માં વર્ષની શાનદાર ઉજવણી કરી દેશવાસી ઓનો ઉત્સવ વધાર્યો છે. કેન્દ્રનો નિર્ણય એ ભારતવાસીઓ માટે ગોૈરવની ઘડી છે.
(4:17 PM IST)










