તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
રાજુ કરપડા ખેડૂત સંમેલનમાં શકિત પ્રદર્શન કરીને ભાજપમાં જોડાશે
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ સુરેન્દ્રનગરના મુળી નજીક ફાર્મ હાઉસમાં સમર્થકો સાથે બેઠકોનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧રઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ રાજીનામું આપી દેવામાં આવ્યું છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપી દઈ અને રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીને રામરામ કરવામાં આવ્યા છે પરંતુ હવે આમ આદમી પાર્ટીનું વાતાવરણ છે પ્રદેશમાં હોદ્દા ધરાવતા નેતાઓને પણ હવે સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા છે સુરેન્દ્રનગરના ચોટીલા નજીક આવેલા એક હાઈ પ્રોફાઈલ ફાર્મ હાઉસમાં પ્રદેશમાં હોદ્દા ધરાવતા નેતાઓની બેઠકો શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં તે પણ રાજીનામું આપે તે પ્રકારની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં પ્રદેશ સંગઠન મંત્રી અમળત મકવાણા તેમજ પ્રવક્તા વિક્રમ દવે સહિતના આગેવાનો સુરેન્દ્રનગર ખાતે ધામા નાખી અને ફાર્મ હાઉસ એ પહોંચ્યા છે ટૂંક સમયમાં તે પણ પોતાનો નિર્ણય રજૂ કરશે તે પ્રકારની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજુ કરપડા ના કાકા રામકુભાઈ કરપડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે રાજુ કરપડા જે સમયે જેલમાં હતો તે દરમિયાન પ્રદેશ નેતાઓ દ્વારા કોઈ પૂછપરછ પરિવારની ન કરવામાં આવી હતી તેટલું જ નહીં છોડાવવામાં પણ તેને ૧૦૦ દિવસ જેટલો સમય લાગ્યો ખેડૂતો પણ હેરાન થયા અને રાજુ પણ હેરાન થયો જેને લઇને આવી પાર્ટીમાં રહીને કોઈ કામ ન હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે ૨૦૧૯ માં પોતાની ખેડૂત આગેવાન તરીકેની છાપ ઊભી કર્યા બાદ ૨૦૨૨ માં આમ આદમી પાર્ટીમાં જોડાયો અને ચોટીલા વિધાનસભા રજુ કરપડા લડ્યો તેમાં પણ લોકોનો સહયોગ મળ્યો ભલે હાર થઈ પણ મતદાન ની પેટીઓ ખોલી ત્યારે બીજા ક્રમાંકે મત મેળવવામાં રાજુ કરપડાનું નામ આવ્યું ખેડૂતોનો પ્રેમ છે ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો જે નિર્ણય કરશે ત્યાં રાજુ કરપડા જશે તેવું તેમના કાકા રામકુ કરપડા દ્વારા જણાવવામાં આવ્યું છે..
ભાજપમાં ભળી જશે તેવી વાત હાલ સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજુ કરપડા ના ભાજપમાં સામેલ થવાના પગલે ખેડૂતોમાં નવી આશાની કિરણ જાગી છે અને છતાં પક્ષ પાસેથી ખેડૂત લક્ષી નિર્ણય કરાવી અને ખેડૂતોનો વિકાસ થાય તે દિશામાં રાજુ કરપડા કામ કરશે તેમ ખેડૂતોમાં પણ ચર્ચા ફેલાઈ ગઈ છે.
(3:57 PM IST)










