<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

મહાશવરાત્રિ પર્વે રોકડીયા હનુમાનજી મંદિરે આરતી, ભાંગ વિતરણ, પેટીસ પ્રસાદ : રથયાત્રાનું સ્‍વાગત

 

રાજકોટ : દર વર્ષની જેમ આ વર્ષે પણ પાવન અવસર એવા મહાશિવરાત્રી પર્વ તા.૧૫ રવિવારે રોકડિયા હનુમાન મંદિરે (ભીલવાડા ચોક)બપોરે ૧૨ વાગ્‍યે આરતીની સાથોસાથ ભાંગનો પ્રસાદ તથા ફરાળી પેટીસનો પ્રસાદ તથા સાંજે પણ ૭:૩૦ વાગે આરતી તથા રાત્રે ૧૨ વાગે પણ આરતીનું આયોજન કરેલ છે. મહાદેવજીની રથયાત્રાનું સ્‍વાગત સોમનાથ મહાદેવની ધ્‍વજાથી કરવામાં આવશે. ભાવિકોને લાભ લેવા રોકડિયા હનુમાન મંડળ દ્વારા આમંત્રણ અપાયું છે. આયોજનમાં યુવાટીમ મિત રાઠોડ, પાર્થ રાઠોડ, પાર્થ વાઘેલા, અર્ચન ગોહેલ, પાર્થ મુલિયાણા, મહાવીર ગોમાર, તુષાર રાઠોડ, મિતરાજ જાડેજા અને જય મુલિયાણા વિ. જહેમત ઉઠાવીરહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:57 PM IST)