તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th February 2026
શનિવારે અંકીતા ભટ્ટાચાર્ય : રાજકોટીયનોને ઘેલુ લગાડશે
સારેગામાપા (WB) ર૦૧૮-૧૯ના વિનર દિલ હૈ હિન્દુસ્તાનીના રનર્સ- અપ પ્લેબેક સીંગર - યુ ટયુબ સેન્સેશ્નલ પરર્ફોમર - વાયરલ સીંગર

રાજકોટ : અહિંની જાણીતી ફેમીલી ક્લબ અને ઇવેન્ટ ક્ષેત્રે જેઓની બહોળી નામના છે તેવા ગાયત્રી ઇવેન્ટ દ્વારા જાણીતા પ્લેબેક સીંગર અને પરર્ફોમર કલકત્તાનાં અંકીતા ભટ્ટાચાર્ય કલકત્તાથી પોતાના લાજવાબ બેન્ડ સાથે આવી રહ્યા છે.
તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ શનિવારે રાત્રે ૯:૪પ કલાકે હેમુ ગઢવી હોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં વાયરલ સેન્સેશનલ પ્લેબેક સીંગર અંકીતા ભટ્ટાચાર્ય પોતાના જાદુઇ અવાજ દ્વારા યુવાધન ડોલાવશે. તેમ આ સંસ્થાની યાદી જણાવે છે.
ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજકોટને આંગણે યોજાનાર આ કોન્સર્ટમાં ધુરંધર પ્લેબેક સીંગર અંકીતા ભટ્ટાચાર્ય દ્વારા હિન્દી જુના - નવા અને અતિ લોકપ્રિય, લોકજીભે ચડેલા ગીતોની નોન સ્ટોપ રજુઆત કરશે.
અંકીતા ભટ્ટાચાર્ય સારેગામાપા ર૦૧૮-૧૯ માં વીનર રહી ચુકયા છે તેમજ દિલ હૈ હિન્દુસ્તાની નામના સંગીતના કાર્યક્રમમાં રનર્સ અપ રહી દેશ-વિદેશમાં પોતાની ગાયકી અને પરર્ફોમન્સ દ્વારા પોતાનું નામ રોશન કરેલ છે.
અંકીતા ભટ્ટાચાર્યને આગળ વધારવામાં તેમના માતા સરસ્વતી ભટ્ટાચાર્યનો પુર્ણ સહયોગ મળેલ છે.
ર૦૧૭માં ટી.વી.ના જાણીતા રીયાલીટી શો દિલ હૈ હિન્દુસ્તાનીમાં (માતા - પુત્રી) અંકીતા ભટ્ટાચાર્ય અને સરસ્વતી ભટ્ટાચાર્યની જોડીએ એ સીઝનમાં ધમાકેદાર ગાયકી દ્વારા રનર્સ અપ સુધી આગળ વધેલ હતા.
અંકીતાની સંગીત તાલીમ અવિરત ચાલુ હતી અને તેણી અભિનયમાં પણ પારંગત બની, ત્યારબાદ બેંગોલી ટી.વી. પ્રોગ્રામ સારેગામાપા ર૦૧૮-૧૯માં ભાગ લઇને પ્રથમ નંબરે વિજેતા થયેલ હતા.
અંકીતા ભટ્ટાચાર્યે ર૦ર૩માં કેનેડામાં આંતરરાષ્ટ્રીય મંચ પર પદાર્પણ કર્યું. જેમાં તેના અવાજનો જાદુ મુખ્ય આકર્ષણ બનેલ અને લોકોના હૃદય જીતી લીધા હતા.
અંકીતા ભટ્ટાચાર્યએ ઘણી બધી બંગાળી ફિલ્મો જેવી કે એસો બંધુ, હરીયે અચો તુમી અમર, કોમોલા, અબર એલોમાં, શુભો નબોબાશો, સુદરી નાચે, લાજે રંગા, દિલ કે મોહલ મેં, મેઘલ માડોલ, કોણ્યો રે, ખેલબો હોલી સહિતની ફિલ્મોનાં ગીતો રજુ કરેલ છે.
સમગ્ર ભારતમાં બંગાળ, કર્ણાટક, તામિલનાડુ આંધ્રપ્રદેશ, યુ.પી. ઉપરાંત વિદેશમાં કેનેડા, દુબઇ, સિંગાપોર, જેવા દેશોમાં પોતાના લાઇવ કોન્સર્ટ દ્વારા લોક ચાહના પ્રાપ્ત કરેલ છે. આજની યુવા પેઢીના યુવા - યુવતીઓમાં અંકીતા ભટ્ટાચાર્ય ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. યુ ટયુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશ્યલ મીડીયામાં પ્લેટફોર્મ પર મીલીયન્સમાં તેઓના ફોલોઅર્સ છે. તે જ તેમની લોકપ્રિયતા બતાવે છે.
ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજકોટને આંગણે હેમુ ગઢવી હોલમાં તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ રાત્રે ૯:૪પ કલાકે યોજાનાર આ અંકીતા ભટ્ટાચાર્ય લાઇવ ઇન કોન્સર્ટ રાજકોટના યુવાધનને વેલેન્ટાઇન્સ ડેની રાત્રે ડોલાવી દેશે. તેમ સંસ્થા જણાવે છે.
આ કાર્યક્રમની વધુ વિગત માટે ફેમીલી ક્લબના જયેશ ઓઝા (મો. ૯૪ર૯૦૪પર૧૪)નો સંપર્ક કરી શકો છો. તેમજ બુક માય શો તથા હેમુ ગઢવી હોલ પર ટિકિટ ઉપલબ્ધ હોવાનું એક યાદિમાં જણાવાયું છે.
(4:00 PM IST)










