<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બજેટથી બીયુ પરમીશન આપવાની પ્રક્રિયા વેગવંતી બનશેઃ ચેતનભાઇ સુરેજા

અંદાજપત્રને આવકારતા પ્‍લાનીંગ સમિતિ ચેરમેન

 

રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સ્‍ટેન્‍ડિગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે, રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા તેમજ વેરાવસુલાતની શાખાની રોજબરોજની કામગીરી તથા બજેટમાં સુચવ્‍યા મુજબના લક્ષ્યાંકને પહોંચી વળવા તેમજ આવકના નવા સ્‍ત્રોતોનું મોનીટરીંગ કરવા માટેની સુવિધા ઉભી કરવામાં આવશે, જેનાથી રાજકોટ મહાનગરપાલિકાની આવકનું આયોજન નિયમિત અને અસરકારક બનાવી શકાશે. વિશેષમાં, રાજકોટ મહાનગર વિસ્‍તારમાં માત્ર ફલાવર બેડ(આર્કિટેકચરલ પ્રોજેક્‍શન્‍સ) માટે ઘણાં સમયથી આવેલ અરજીઓ અન્‍વયે બી.યુ. પરમીશન આપવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવા આ યોજના અંતર્ગત હપ્તા પધ્‍ધતિ જાહેર કરવામાં આવેલ છે. બી.યુ. પરમીશન માટે રેગ્‍યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્‍ધતિ યોજના અમલમાં મુકવાથી શહેરીજનોને સરકારની નીતિનો મહત્તમ અને ઝડપી લાભ થઇ શકશે. અને રાજકોટ મહાનગરપાલિકાને રેગ્‍યુલરાઇઝેશન ફીની આવક થશે.

પ્‍લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઇ સુરેજા તથા સભ્‍ય વિનુભાઇ સોરઠીયા, હિરેનભાઇ ખીમાણીયા, વિનુભાઇ ઘવા અને દુર્ગાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.(૬.૧૭)

(4:00 PM IST)