<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

પીપીપી યોજનાઓથી મનપા પર સીધો નાણાકીય ભાર નહી આવે : પુષ્‍કરભાઇ પટેલ

અંદાજપત્રને આવકારતા પુર્વ સ્‍ટે. કમીટી ચેરમેન

 

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મનોરંજન તથા ફૂડ સુવિધાઓ એક જ સ્‍થળે સુવ્‍યવસ્‍થિત રીતે ઉપલબ્‍ધ થાય તે હેતુસર નાના મવા બ્રિજની નીચે ફુડ કોર્ટ તથા ગેમ ઝોન વિકસાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુણવત્તાયુક્‍ત સુવિધાઓ ઝડપી સમયમર્યાદામાં વિકસિત થશે, ભાડું/રેવન્‍યુ શેરિંગ દ્વારા મહાનગરપાલિકાને નિયમિત આવક પ્રાપ્ત થશે, લાંબા ગાળે આર્થિક લાભ પ્રાપ્ત થશે. આ પ્રોજેક્‍ટ માટે જમીન તથા આધારભૂત સુવિધા મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્‍ધ કરાશે, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી ખાનગી ભાગીદાર દ્વારા કરવામાં આવશે, મહાનગરપાલિકા પર સીધો નાણાંકીય ભાર નહીં આવે, જે ખૂબજ આવકારદાયક નિર્ણય છે.

મનપાની ચૂંટાયેલી પાંખે લોકોની જરૂરીયાતો સંતોષવા અને વ્‍યાજબી સમસ્‍યાઓ ઉકેલવા હરહંમેશ સકારાત્‍મક દ્રષ્ટિકોણ અપનાવેલ છે, જે બદલ પુર્વ સ્‍ટે. ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમન  જયમીનભાઈ ઠાકર તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવેલ છે.

(4:02 PM IST)