તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 12th February 2026
સીનીયર સીટીઝનના નામે વૃક્ષારોપણથી પર્યાવરણ જાગૃતિ વધશે : સોનલબેન સેલારા
અંદાજપત્રને આવકારતા બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન

રાજકોટ : મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકામાં વસતા ૬૦ વર્ષથી વધુ વયની ઉપરના તમામ વરિષ્ઠ નાગરિકોના નામથી વળક્ષારોપણ કરવામાં આવશે. આનાથી રાજકોટના શહેરીજનોનો પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગળતિ વધશે, સાથોસાથ શહેરના ‘ગ્રીન કવર'માં વધારો થશે. આ યોજનાના અમલીકરણ માટે રૂ.૬ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે.
બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા તથા સભ્યો અનિતાબેન ગોસ્વામી, કુસુમબેન ટેકવાણી, રાણાભાઇ સાગઠીયા અને કંકુબેન ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.(૨૩.૨૮)
(4:03 PM IST)










