તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 12th February 2026
રાજકોટમાં બરફ-પાણીના પપ નમૂના ફેઇલ પ્રજાના આરોગ્ય સાથે ચેડા : ૪૭ એકમો સીલ
આરોગ્ય વિભાગે સટાસટી બોલાવી : ધડાધડ દરોડા : ૯૧ સેમ્પલ લીધા

રાજકોટ, તા., ૧રઃ શહેરની જાહેર જનતાના આરોગ્ય હિતાર્થે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરના પાણી/બરફ વિતરકો પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવેલ જેમાં કુલ ૯૧ આઈસ ફેક્ટરી/પાણીના જગ વિતરણ કરતા ધંધાર્થીઓને ત્યાં વિઝીટ કરવામાં આવી. લેવામાં આવેલ પાણીના સેમ્પલની સંખ્યા ૯૧, પરીક્ષણ માટે મોકલવામાં આવેલ સેમ્પલની સંખ્યા ૯૧, એક્સેલન્ટ રીઝલ્ટ આવેલ સેમ્પલની સંખ્યા ૯, સેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલ સેમ્પલની સંખ્યા ૧૧, સસ્પીસીયસ રીઝલ્ટ આવેલ સેમ્પલની સંખ્યા ૧૬, અનસેટીસ ફેક્ટરી રીઝલ્ટ આવેલ કુલ સેમ્પલની સંખ્યા ૫૫ છે.
MPN કાઉન્ટમાં કોલીફોર્મ કાઉન્ટ/૧૦૦ML પ્રમાણે ૦(શૂન્ય) એટલે એક્સેલન્ટ, ૧ થી ૩ ને સેટીસફેક્ટરી, ૪ થી ૯ ને સસ્પીસીયસ અને ૧૦ કે તેથી વધુને અનસેટીસફેક્ટરી ગણવામાં આવે છે.
આરોગ્યની દ્રષ્ટીએ યોગ્ય ન હોય તેવા સસ્પીસીયસ અને અનસેટીસફેક્ટરી રીઝલ્ટ આવેલા એકમો પૈકી ૫૩ એકમોને આરોગ્ય વિભાગ દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ - ૧૯૪૯ ની કલમ ૩૭૬ (એ) અન્વયે સીલ કરવાની મંજુરી મેળવી સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી જે અન્વયે હાલ કુલ ૪૭ એકમોને સીલ કરવામાં આવેલ છે અને બાકીના એકમોને સીલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.
આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ કલેક્શનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમજ તમામ પાણી/બરફ વિતરકો દ્વારા નીચે મુજબના સૂચનોની અમલવારી કરવા જણાવાયું છે.
(4:03 PM IST)










