<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

બજેટની IECયોજના વેસ્‍ટ સેગ્રીગેશન સુનિヘતિ કરશેઃ નિલેશભાઇ જલુ

અંદાજપત્રને આવકારતા સેનીટેશન સમીતી ચેરમેન

રાજકોટ ં : મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ સ્‍ટેન્‍ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્‌ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્‍ટેન્‍ડિંગ કમિટી દ્વારા નવી કુલ ૨૩ યોજનાઓ સામેલ કરી કુલ રૂ.૩૬૦૪.૯૦ કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે, નવી ઉમેરવામાં આવેલ યોજનાઓ પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન (અર્બન) અને સ્‍વચ્‍છ સર્વેક્ષણ અંતર્ગત શહેરમાં વૈજ્ઞાનિક કચરા વ્‍યવસ્‍થાપન અને ઘરઆંગણે વેસ્‍ટ સેગ્રીગેશન સુનિヘતિ કરવા માટે સઘન IEC અભિયાન હાથ ધરવામાં આવનાર છે.

આ અભિયાનનો મુખ્‍ય હેતુ દરેક ઘર સુધી પહોંચીને કચરાના વિવિધ પ્રવાહો વિશે યોગ્‍ય સમજણ આપવી અનેસ્ત્રોત સ્‍તરે જ વિભાજન સુનિ?તિ કરવો છે. આ ઝુંબેશ હેઠળ મુખ્‍ય પગલાં અને કાર્યપ્રણાલીમાં દૈનિક ધોરણે જનજાગળતિ કાર્યક્રમો, દરવાજે-દરવાજે માર્ગદર્શન અને સમજણ, શાળા, સમાજ અને જાહેર સ્‍થળોએ તાલીમ અને પ્રદર્શન, વર્તન પરિવર્તન માટે સતત નાગરિક સંવાદ કરવામાં આવશે. ૅમારું ઘર - સેગ્રીગેશન વાળું ઘરૅ પહેલ હેઠળ સમગ્ર શહેરમાં વધુને વધુ જાગળતિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવનાર છે.

 સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઇ જલુ તથા સભ્‍ય સંજયસિંહ રાણા,  વર્ષાબેન પાંધી, પરેશભાઇ ડી. પીપળીયા અને અલ્‍પાબેન દવે દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર તેમજ સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે.

(4:07 PM IST)