<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

તા.ર૬ થી ધો. ૧૦-૧રની પરીક્ષાઃ ૮૦૨૪૮ પરીક્ષાર્થીઓ

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાઇ તે માટે વિવિધ સ્‍તરે તૈયારીઓનો ધમધમાટઃ રાજકોટ કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક

રાજકોટ, તા. ૧રઃ ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ર૬ ફેબ્રુઆરીથી ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે ત્‍યારે શિક્ષણ બોર્ડની પરીક્ષા ન્‍યાયીક માહોલમાં યોજાઇ તે માટે રાજયસ્‍તરે વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને તૈયારી હાથ ધરવામાં આવી છે.

આજે રાજકોટ કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને શિક્ષક-પોલીસ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક મળી છે. ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધો. ૧૦ અને ધો. ૧ર ની પરીક્ષા માટે શિક્ષણ તંત્ર સજ્જ થઇ રહયુ છે. રાજકોટ શહેર જિલ્લામાં ધો. ૧૦ માં ૪૦ કેન્‍દ્રોના ૧૮ર બીલ્‍ડીંગ અને તેમાં ૧પ૬પ બ્‍લોક ખાતે ૪૬૬૫૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જયારે ધો. ૧ર સાયન્‍સમાં ૪૦૧ બ્‍લોકમાં ૭૯૩૪ અને ધો. ૧ર સામાન્‍ય પ્રવાહમાં ૮૫૦ બ્‍લોકમાં ૨૫૬૫૭ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

રાજકોટ જિલ્લામાં ફેબ્રુ./માર્ચ-૨૦૨૬ ની S.S.C./H.S.C. પરીક્ષાના સફળ અને વિશ્વસનીય સંચાલન માટે શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના અધ્‍યક્ષશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ઉચ્‍ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓનું માર્ગદર્શન મળેલ છે. રાજકોટના કેળવણીકારો, આચાર્યશ્રીઓ સાથે થયેલ ચર્ચાઓ તેમજ ભૂતકાળના અનુભવોને ધ્‍યાનમાં લીધા છે. રાજકોટ જિલ્લાની ભૌગોલિક પરિસ્‍થિતિ તેમજ અન્‍ય બાબતોને લક્ષમાં લઈ જાહેર પરીક્ષાઓના સુચારૂ સંચાલન માટે ફેબ્રુ./માર્ચ-૨૦૨૬ પરીક્ષાનો એકશન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ છે.

આ બાબતે રાજકોટ જિલ્લામાં ઉચ્‍ચતર માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષાના - સામાન્‍ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહના-૦૫ ઝોન અને માધ્‍યમિક પ્રમાણપત્ર પરીક્ષા-૦૫ ઝોન રાખવામાં આવ્‍યા છે.

માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક પરીક્ષાના સરળ સંચાલન માટેનો એકશન પ્‍લાન - ફેબ્રુ/માર્ચ - ૨૦૨૬ જાહેર થશે જેમાં રાજકોટ જિલ્લા પરીક્ષા સમિતિ અધ્‍યક્ષશ્રી જિલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેકટરશ્રી, સભ્‍યશ્રી પોલીસ કમિશ્‍નરશ્રી, શહેર, સભ્‍યશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, ગ્રામ્‍ય, સભ્‍ય સચિવશ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, સભ્‍યશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,  સભ્‍યશ્રીઓ રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકો/આચાર્યો, સભ્‍યશ્રીઓ માન્‍ય સંઘોના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓનો સમાવેશ થાય છે.

(4:10 PM IST)