તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 13th February 2026
સાયબર ફ્રોડના ૩૮૦ કરોડના હેરાફેરીના દેશવ્યાપી કૌભાંડનો રૂરલ પોલીસે પદાર્ફાશ કર્યો : ૬ ની ધરપકડ
સાયબર ફ્રોડના ૧૬ કરોડ ઉપાડી લેનાર રાજકોટના જય નાદપરા, મનીષ કામાણી, પ્રવિણસિંહ પરમાર, આંગડીયા પેઢીના કર્મચારી મહેન્દ્રસિંહ જાડેજા-મયુરસિંહ વાઘેલા અને મીડીએટર ગોંડલના રૂષીત રૈયાણીની ધરપકડઃ મુખ્ય સુત્રધાર હૈદરાબાદના આદિલ સહિત ૪ શખ્સોની શોધખોળ

રાજકોટઃ પત્રકાર પરીષદમાં દેશવ્યાપી સાયબર ફ્રોડના કૌભાંડ અંગે માહિતી આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, બાજુમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચના વિજય ઓડેદરા, સાયબર ક્રાઇમ સેલના પીઆઇ આર.જે.ગોધમ તથા નીચેની તસ્વીરમાં સાયબર ફ્રોડમાં પકડાયેલ ૬ આરોપીઓ સાથે રૂરલ ક્રાઇમ બ્રાન્ચ અને રૂરલ સાયબર ક્રાઇમ સેલનો સ્ટાફ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૯)
રાજકોટ, તા., ૧૩: સાયબર ફ્રોડના ૩૮૦ કરોડના નાણાની હેરફેરના દેશવ્યાપી કૌભાંડનો રૂરલ પોલીસે પર્દાફાશ કરી રાજકોટના ૪ સહિત ૬ શખ્સોની ધરપકડ કરી મુખ્ય સુત્રધાર હૈદરાબાદના શખ્સ સહિત ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રૂરલ સાયબર ક્રાઇમના હેડ કો. પ્રકાશભાઇ વિરાભાઇ ડાંગરએ આરોપી (૧) જય મનસુખભાઈ નાદપરા રહે. મૂળ ગોંડલ, રૈયાણીનગર, હાલ ફલેટ નં ૨૦૧ વ્રજગંગા એપાર્ટમેન્ટ અંબીકા ટાઉનશીપ મવડી રાજકોટ (૨) રૂષીત તુલશીભાઇ રૈયાણી રહે. ગોંડલ તક્ષશિલા સોસાયટી (૩) મનિષ છગનભાઇ કામાણી રહે. તીર્થ એપાર્ટમર્મોન્ટ કુવાડવા રોડ રાજકોટ- (૪) પ્રવિણસિંહ ભુપતસિંહ પરમાર રહે.રાધા મીરા.૩, મોરબી રોડ રાજકોટ(૫) મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા રહે, મહેશ્વરી સોસા, રાજકોટ,(૬) આદિલ ઉદ્દીન રહે.હેદરાબાદ (૭) લાલોભાઇ ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા રહે.ગોંડલ, (૮) હર્ષીલ નિલેશભાઇ શાહ રહે. વર્ધમાનનગર ગોંડલ (૯) મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા રહે. રાધા મીરા પાર્ક.૩ મોરબી રોડ રાજકોટ તથા (૧૦) ભરતસિંહ પરમાર રહે. મુંબઇ, સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ હું આરોપી નંબર (૧) જય નાદપરાએ પોતાના અલગ અલગ છ અને તપાસમાં નિકળે એ અન્ય અલગ અલગ એકાઉન્ટ દ્વારા આશરે રુપીયા બસો કરોડથી વધુ અલગ અલગ વ્યકિતઓ પાસેથી મેળવેષ જે માથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલ રકમ રૂ. ૧૪,૧૨,૨૯,૪૫૩ જેટલી છે, જે પૈકી અલગ અલગ અકાઉન્ટ ૫૨ ૮૫ જેટ લી અલગ અલગ ભારત ભરના રાજ્યો માથી NCCRP, ૧૯૩૦ પોર્ટલ પર અરજીઓ છે. તથા આરોપી નં. (૨) કળષીન રૈયાણી નાઓ દ્વારા પોતાના મિત્ર આરોપી નં. (૮) નાઓનો આરોપી નં.(૧) સાથે સંપર્ક કરાવી આરોપી નં.(૧) ના બા તામાં અલગ અલગ ચાર થી પાંચ ટ્રાજેકશન મારફતે સાયબર ફ્રોડ દ્રારા મેળવેલ આશરે એકાદ કરોડ જેટલા નાણા નું વિ ડ્રોઅલ કરાવડાવેલ અને જે પેટે આરોપી નં. (૧) અને (૨) નાઓને કમીશન મળેલ છે. તથા આરોપી નંબર (૩) મનિષ છગનભાઈ કમાણી રહે. તીર્થ એપાર્ટમર્મોન્ટ કુવાડવા રોડ રાજકોટ વાળાએ પોતાના અલગ અલગ એકાઉન્ટ મારફતે આશરે ૧૫૦ કરોડથી વધુ રકમનુ સાયબર ફોડના ફંડનુ વીડોબલ કરી કરાવડાવી જે પૈકી ભારત ભરના અલગ અલગ સજ્યોમાંથી NCCRP ૧૯૩૦ પોર્ટલ પર ૩૧ જેટલી અરજીઓ છે. આ અરજીઓમાં ૧,૪૩,૦૫, ૮૪૦, જેટલી રકમ રીપીટ થયેલી છે. તેમજ આરોપી નંબર (૩) મનિષ છગનભાઈ કમાણી તથા આરોપી નંબર (૪) પ્રવિણસિંહ ભુપતસિંહ પરમાર રહે. રાધા. મીરા.૩, મોરબી રોડ, રાજકોટ તથા આરોપી નંબર (૫) મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા મો.નં ૯૯૧૩૪૦૫૩૮૩ રહે. મહેશ્વરી સોસા. રાજકોટ વાળાઓ આરોપી નંબર (૧) જય નાદપુરા તથા આરોપી નંબર (૬) આદિલ ઉદ્દીન મો.નં ૭૭૯૯૧૯૯૯૬૩ સૌ. હૈદરાબાદ વાળા સાથે સાયબર ફોડને લગત ફડની વીડોખલ મા સંકળાયેલ હતા, આરોપી નંબર (૧) જય નાદપરા નાઓએ જયોત ટ્રેડીંગના યશ બેંક વાળા મોવીયા બ્રાન્ચના એકાઉન્ટ મારફત આરોપી નંબર (૧) આદિલ ઉદ્દીનના અલ. ફાઝિલ તથા અલમુનીર તથા અલ આદિલ નામના અકાઉન્ટ પેર ફડીંગના વીડ્રોઅલ ના વ્યવહાર કરેલ છે, તથા આરોપી નંબર (૭) લાલાભાઈ . ઉર્ફે યાજ્ઞીક ઝાલાવાડીયા ૨હે. ગોડલ વાળા ઓના મા આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીના અકાઉન્ટ દ્રારા આરોપી નંબર (૧) ના અલગ અલગ અકાઉન્ટ પર સાયબર ફોડને વગત ફંડની વીડ્રોઅલ મા સંકળાયેલ હતા. તથા આરોપી નં. (૮) હર્ષિલ નિલેશભાઈ શાહ નાઓએ આ રોપી નં.(૨) ની ઓળખાણથી આરોપી નં.(૧) નાઓ સાથે મળી સાયબર ફોડના નાણા આરોપી નં. (૧) પાસેથી વિડ્રોઅલ કરાવેલ હતા. તથા આરોપી નંબર (૯) મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા રહે. રાપા મીરા પાર્ક.૩ મોરબી રોડ રાજકોટ નાઓએ આરોપી નં. (૧૦) નાઓ દ્રારા સાયબર ફ્રોડના નાણા આરોપી નં.(૩) નાઓને બેંક ટ્રાજેક્શન મારફતે મોકલી આ રોપી નં. (૩) નાઓ દ્રારા તે નાણા કેશ કરી આપી આરોપી નં. (૪) નાઓને પહોંચાડી આરોપી નં. (૪) નાઓ દ્રારા તે ના ણા આરોપી નં.(૯) નાઓને પહોંચાડી આરોપી નં.(૯) નાઓ દ્રારા તે રકમ આરોપી ન. (૧૦) નાઓની સુચના મુજબ આ ગળ પહોંચાડવામાં આવતી હતી. જેમાં આરોપી નંબર (૧૦) ભરતસિંહ પરમાર શ્રી મહાદેવ એ ન્ટરપ્રાઇઝ મારફતે આરોપી નંબર (૩) નાઓને સાયબર ફોડને લગત ફંડની વીડ્રોઅલ મોકલતા જેને રોકડમા ફેરવી આરો પી નંબર (૩), આરોપી નંબર (૪) નાઓને પહોંચાડતો હતો, જે ફૂડ આરોપી નંબર (૪) નાઓ આરોપી નંબર (૯) નાઓને આપતા, અને આરોપી નંબર (૯) નાઓ આરોપી નંબર (૧૦) ની સુચના મુજબ આગળ આંગડીયા મારફતે જેતે ને મો કલી આપતો. જે વ્યવહારમાં આરોપી નંબર (૩) દ્વારા અલ્ટ્રાસ્પાઈસ એફ.એમ.સી.જી. યસ બેંક એકા. નં. ૧૧૦૪૮૯૪ ૦૦૦૦૦૧૨૫ મારફતે આરોપી નંબર (૬) સાથે મોટા ફંડીંગના વીડ્રોઅલના વ્યવહાર કરેલ, તથા આરોપી નંબર (૫) ના ઓએ આરોપી નંબર (૪) ની ઓળખાણ તથા ફંડીંગના વીડ્રોઅલ માટે આરોપી નંબર (૬) ને રાજકોટ ખાતેથી આંગડીયા મારફતે ફંડીંગના વિડ્રોઅલના વ્યવહાર કરેલ. આમ આ તમામ તથા અન્ય આરોપીઓ દ્વારા આશરે ૪૦૦ કરોડ થી વધુના ગેર કાયદેસર સાયબર ફ્રોડને લગત ફંડની વીડ્રોઅલની પ્રવુતીમા સંકળાયેલ હતા. જેમાથી કુલ ૧૬,૦૭,૬૦,૦૩૩ જેટલી રકમ NCCRP.૧૯૩૦ પોર્ટલ પર કુલ ૧૧૬ જેટલી અરજીઓ છે. જે પૈકી ગુજરાત રાજયના અમુક અરજદારોનો ટે લીફોનીક સંપર્ક કરી તેઓની ટેલીફોનીક પુછપરછ કરતા તેઓની સાથે અલગ અલગ માધ્યમ અને અલગ અલગ પધ્ધતિથી સાયબર ફ્રોડ થકી છેતરપીંડી થયેલ હોવાની હકિકત જણાવેલ છે. જેથી આ રકમ અલગ અલગ ભોગબનનારાઓ સાથે ડી જીટલ માધ્યમો દ્રારા સાયબર ફ્રોડ કરી છેતરપીંડી થી મેળવેલી રકમ હોવાનુ જણાયેલ છે.
આ ફરીયાદ અન્વયફે પડધરી પોલીેસે ઉકત દસ શખ્સો સામે ગુન્હોદાખલ કર્યો હતો. રૂરલ સાયબર ક્રાઇમની ટીમે આ ગુન્હામાં આરોપી જય નાદપરા, મનીષ કમાણી, પ્રવિણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા રે. રાજકોટ તથા રૂષીત રૈયાણી રે. ગોંડલની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે અને અન્ય ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.(૪.૬)
પકડાયેલ આરોપીઓને ૧ લાખે ર૦૦ રૂા. કમીશન મળતુ'તું : આરોપી જય નાદપરા ૧૦ લાખ કમાયો !
ટીડીએસ કપાઇ નહિ તે માટે આરોપીઓએ બેંક એકાઉન્ટ એપીએમસીના લાયસન્સ સાથે લીંક કરાવતા હતા : એપીએમસીના લીંક અંગે તપાસ હાથ ધરાશે : એસપી વિજયસિંહ ગુર્જર
સાયબર ફ્રોડના કરોડો રૂપીયાની હેરાફેરી
રાજકોટ, ગોંડલ અને પડધરીની બેંકમાંથી કરાઇ
રાજકોટ, તા., ૧૩: સાયબર ફ્રોડના ૩૮૦ કરોડ રૂપીયાના હેરાફેરીના દેશવ્યાપી કૌભાંડનો રૂરલ પોલીસે પર્દાફાશ કરતા એસપી કચેરી ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે વિશેષ માહીતી આપતા જણાવ્યું હતું કે, આ કૌભાંડ છેલ્લા દોઢ વર્ષથી ચાલતુ હતું. આ કૌભાંડનો મુખ્ય આરોપી હૈદરાબાદનો આદિલ છે જેને પકડવાનો બાકી છે. મૂળ ગોંડલ અને રાજકોટમાં રહેતો જય નાદપરા એપીએમસીના પેઢીના નામે ગોંડલ, રાજકોટ અને પડધરીમાં ૬ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં સાયબર ફ્રોડના નાણા જમા થતા હતા તે ટ્રાન્સફર કરી અન્યોને પહોંચાડતો હતો. છેલ્લા દોઢ વર્ષમાં જય નાદપરાએ ૧પ૮ કરોડ અન્ય આરોપી મનીષ કામાણીએ ૧પ૦ કરોડ તથા પ્રવિણસિંહના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના ૩૩ કરોડના નાણાની હેરાફેરી થઇ છે. પકડાયેલ આરોપીઓને તેના બેંક એકાઉન્ટમાં નાણાની ફેરફેર માટે ૧ લાખને ર૦૦ રૂા. કમીશન મળતું હતું. આરોપી જય નાદપરા આ રીતે કમીશન પેટે દસેક લાખ રૂપીયા કમાયો હોવાનું ખુલ્યું છે.
પકડાયેલ આરોપીઓ બેંક એકાઉન્ટ યાર્ડની પેઢીઓના નામે ખોલાવતા હતા અને આ એકાઉન્ટ એપીએમસીના લાયસન્સ સાથે લીંક કરાવી અપડેટ કરાવતા હતા. જેથી એકાઉન્ટના ટ્રાન્જેકશનમાં ટીડીએસ લાગે નહિ તથા રોકડની હેરફેર સરળતાથી બેંક દ્વારા કરવી શકય બને એપીએમસીના લાયસન્સ સાથે બેંક એકાઉન્ટની લીંક અંગે તપાસ હાથ ધરાશે તેમજ કરોડોના નાણાની હેરાફેરીમાં કોઇ બેંક અધિકારી કે કર્મચારીની સંડોવણી ખુલશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું.
પકડાયેલ આરોપીઓમાં જય નાદપરા, (રહે. ગોંડલ-રાજકોટ) સાયબર ફ્રોડના નાણાને રોકડમાં રૂપાંતરીત કરવાનું મુખ્ય ભાગ ભજવતો હતો. આરોપી મનીષ કામાણી (રહે. રાજકોટ) રોકડમાં નાણા રૂપાંતરીત કરવા તથા અન્ય લોકોને મ્યુલ એકાઉન્ટ સાથે જોડવામાં ભાગ ભજવતો હતો. આરોપી પ્રવિણસિંહ પરમાર (રહે. રાજકોટ) અન્ય લોકોને મ્યુલ એકાઉન્ટ સાથે જોડવા તથા આંગડીયા પેઢી મારફતે નાણાની લેવડ-દેવડ કરતો હતો. જયારે આંગડીયા પેઢીના કર્મચારી મહેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ વાઘેલા (રહે. બંન્ને રાજકોટ) અન્ય લોકોને મ્યુલ એકાઉન્ટ સાથે જોડવા તથા આંગડીયા પેઢી મારફતે નાણાની લેવડ-દેવડ કરવામાં ભાગ ભજવતો હતો. ગોંડલનો રૂષીત રૈયાણી અન્ય લોકોને નાણાની લેવડ-દેવડમાં મીડીએટરનું કામ કરતો હતો. પકડાયેલ આરોપી જય નાદપરા તથા મનીષ કામાણીએ ગુજરાત રાજયની કુલ ૧ર અરજીઓમાંથી સાયબર ફ્રોડના ૩.૧૦ કરોડ તથા ભારતના અન્ય રાજયોમાંથી ૧૦૩ અરજીઓમાંથી કુલ ૧ર.૯૭ કરોડ મળી કુલ ૧૬ કરોડ સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂપાંતર કરી ઉપાડી લીધા હતા. આ ટોળકીનો મુખ્ય સુત્રધાર હૈદરાબાદના આદિલ, લાલો ઉર્ફે યાજ્ઞીક ઝાલાવડીયા, હર્ષીલ નિલેષભાઇ શાહ તથા ભરતસિંહ પરમારની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં સાયબર ક્રાઇમ સેલના પીઆઇ આર.જે.ગોધમ, રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ઓડેદરા, એસઓજીના પીએસઆઇ જી.જે. ઝાલા, સાયબર ક્રાઇમ સેલના પીએસઆઇ એમ.એન.રાઠોડ, પીએસઆઇ સી.બી.વાંક, રૂરલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ બ્રિજરાજસિંહ જાડેજા, સાયબર ક્રાઇમ સેલના એએસઆઇ કુમારભાઇ ચૌહાણ, મયુરભાઇ મજેઠીયા, મીરાબેન સાવલીયા, સાયબર ક્રાઇમ સેલના હેડ કોન્સ્ટે. પ્રકાશભાઇ ડાંગર, હેડ કોન્સ્ટેબલ દિવ્યાબેન રાઠોડ, હેડ કોન્સ્ટેબલ મનવીરભાઇ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ વૈભવભાઇ ગોહેલ, રસીકભાઇ જમોડ, કોન્સ્ટેબલ ગૌતમભાઇ પરમાર, કોન્સ્ટેબલ વનરાજભાઇ બાવળીયા, કોન્સ્ટેબલ પુજાબેન હેરભા તથા રૂરલ એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો. (૪.૧૦)
(3:24 PM IST)










