<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

સંતશ્રી વેલનાથ સમિતિ દ્વારા રવિવારે સમુહલગ્ન

સતત ૩૦માં વર્ષે આયોજન : રેસકોર્ષ મેદાનમાં વિશાળ સમીયાણામાં ૧૫ યુગલો પ્રભુતામાં પગલા પાડશે

રાજકોટ તા. ૧૩ : ચુંવાળીયા કોળી જ્ઞાતિ મંડળ ટ્રસ્‍ટ - રાજકોટ દ્વારા તા.૧૫ ના રવિવારે ૩૦મો સંતશ્રી વેલનાથ સમુહ લગ્નોત્‍સનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જ્ઞાતિ મંડળ ટ્રસ્‍ટના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા.૧૫ ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, બહુમાળી ભવનની સામે રાજકોટ આયોજીત આ સમુહલગ્નમાં ૧૫ યુગલો સમુહમાં લગ્નગ્રંથીથી જોડાશે.

સવારે ૭ વાગ્‍યે મંડપ મુહુર્ત બાદ ૮ વાગ્‍યે જાનના સામૈયા, અને ૧૦.૩૦ વાગ્‍યે હસ્‍ત મેળાપનું મુહુર્ત છે. બપોરે ૨ વાગ્‍યે જાનને વિદાય અપાશે.

કન્‍યાઓને શુકનની વસ્‍તુઓ ઉપરાંત સોના, ચાંદી, કબાટ, બેડ, ગાદલા, વાસણો ઘરવખરીની તમામ વસ્‍તુની ભેટ આપવામાં અવશે અને સંતો, મહાનુભાવો દ્વારા પ્રેરણાત્‍મક સંસ્‍કારનો કરીયાવર કરવામાં આવશે. સાથે સાથે ભાતીગળ સંસ્‍કળતિના લગ્નગીતોની પરંપરાને ઉજાગર કરશે.

આ સમુહલગ્નોત્‍સવમાં સંતશ્રી ષ.પુ. રામદાસભાપુ, પ.પુ. સાયનાથબાપુ, શ્રી સુંદરનાથ બાપુ, શ્રી મનુભગત શ્રી વાઘજીભગત તથા અવ્‍યક્ષસ્‍થાને ધર્મેશભાઈ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ- ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ), સમારોહના ઉદ્દઘાટક તરીક ચંદુભાઈ સિહોરા - સાંસદ સુરેન્‍દ્રનગર, ડો. મહેન્‍દ્ર મુંજપરા  - પૂર્વ કેન્‍દ્રીય મંત્રી, કુંવરજીભાઈ બાવળીયા-કેબીનેટ મંત્રી ગુજરાત સરકાર, દેવજીભાઈ કતેપરા - પૂર્વ સાંસદ, વિરજીભાઈ સનુરા (પૂર્વ પ્રમુખ-ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ), બાબુભાઈ ઉઘરેજા (પ્રમુખ- ચુંવાળીયા કોળી જ્ઞાતી મંડળ ટ્રસ્‍ટ-રાજકોટ),  દિનેશભાઈ મકવાણા-ગુજરાત પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ, નટુભાઈ કુવરીયા- પ્રદેશ ઉપપ્રમુખગુજ.ચું.સમાજ, પરસોતમભાઈ સાબરીયા-પુર્વ ધારાસભ્‍ય, પરસોતમભાઈ સોલંકી-મંત્રી ગુજરાત સરકાર, રમેશજી ઠાકોર, અલ્‍પેશભાઈ ઠાકોર-ધારાસભ્‍ય, શ્રીમતિ નયનાબેન ભરતભાઈ બાળોન્‍દ્રા- રાજકોટ જીલ્લા પંચાયત દંડક, શ્રીમતિ કંકુબેન ઉઘરેજા-કોર્પોરેટ, ભરતભાઈ ડાભી-કારોબારી ચેરમેન તાલુકા પંચાયત રાજકોટ, ભરતભાઈ બાળોન્‍દ્રા- પુર્વ પ્રમુખ સમુહ લગ્ન સમિતી, મનસુખભાઈ વાઘેલા, ઉપરાંત સમાજના સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ દિપકભાઈ બાબરીયા, મિહીરભાઈ સીતાપરા, દેવભાઈ કોરડીયા વગેરે ઉપસ્‍થિત રહેશે.

સમગ્ર સમુહલગ્નોત્‍સવને સફળ બનાવવા સમુહલગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ પંચાસરા, મંત્રી મનિષભાઈ રાઠોડ, ખજાનચી જેન્‍તીભાઈ બોરીચા, ઈન્‍ચાર્જ ભરતભાઈ ડાભી, માર્ગદર્શક દેવભાઈ કોરડીયા, સહ-ઈન્‍ચાર્જ સંદિપભાઈ બાબરીયા, અને સમુહલગ્ન સમિતિના દરેક હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યાનું ચુંવાળીયા કોળી જ્ઞાતી મંડળ ટ્રસ્‍ટ-રાજકોટના માનદ્‌ મંત્રી લક્ષ્મણભાઈ વાવેસાની યાદીમાં જણાવેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમુહલગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઇ પંચાસરા, મહામંત્રી મનિષભાઇ રાઠોડ, માર્ગદર્શક દેવભાઇ કોરડીયા, સહઇન્‍ચાર્જ સંદીપભાઇ બાબરીયા, ઉપપ્રમુખ મનસુખભાઇ વાઘેલા, ઉપપ્રમુખ વિજયભાઇ મેથાણીયા, ઉપપ્રમુખ દેવાંગભાઇ કુકાવા, ઉમપપ્રમુખ અરૂણભાઇ મગવાનીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બથગરીયા)

(3:26 PM IST)