News of Friday, 13th February 2026
વેલેન્ટાઇન ડેઃ પ્રેમ ક્ષણિક આકર્ષણ નથી, સંસ્કાર, સમર્પણ સંસ્કળતિનો પવિત્ર ઉત્સવ
વર્તમાન સમયમાં પ્રેમના બદલાતા સ્વરૂપ પર આધ્યાત્મિક દૃષ્ટિ અને સામાજિક સંદેશ

૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આજના યુગમાં આ દિવસને માત્ર રોમાંસ, ગુલાબ, ગિફ્ટ અને સોશિયલ મીડિયાની ચમક સાથે જોડી દેવામાં આવ્યો છે. પરંતુ જો આપણે થોડી ક્ષણ રોકાઈને વિચારીએ, તો સમજાશે કે પ્રેમ માત્ર આકર્ષણ નથી, પ્રેમ તો આત્માનો ગુણધર્મ છે. ભારતીય સંસ્કળતિમાં પ્રેમને ‘‘કામના'' નહીં, પણ ‘‘કરુણા, સમર્પણ અને ત્યાગ'' તરીકે જોવામાં આવ્યો છે. માતા - પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ, ગુરુનો શિષ્ય પ્રત્યેનો ભાવ, ભક્તોનુ ભગવાન પ્રત્યેનુ સમર્પણ, આ બધા પે્રમના ઊંચા સ્વરૂપો છે. પ્રેમ એ જ આત્માનું સ્વરૂપ છે, જ્યાં પ્રેમ છે, ત્યાં પરમાત્માની હાજરી છે. અહીં પ્રેમ માંગતો નથી, પ્રેમ આપે છે. અહીં પ્રેમ બંધન નથી, પ્રેમ મુક્તિ છે. ભારતની સંસ્કળતિમાંપ્રમ કોઈ એક દિવસનું પ્રદર્શન નથી, પરંતુ જીવનભર નિભાવવાનો સંસ્કાર છે. માતા-પિતા, ગુરુ, જીવનસાથી અને સમાજ પ્રત્યેની કરુણા, સમર્પણ અને જવાબદારી, આ બધું જ ભારતીયપ્રેમની વ્યાખ્યા છે. વેલેન્ટાઇન ડેના નામે જ્યાર પ્રેમને ફક્ત દેખાવ અને ઉપભોગ સુધી સીમિત કરી દેવામાં આવે છે, ત્યારે આપણે વિચારવું પડશે કે શું આપણે પヘમિી ઢબની નકલ કરી રહ્યા છીએ કે પોતાની સંસ્કળતિમાં રહેલા પવિત્ર પ્રેમના મૂલ્યોને જીવંત રાખી રહ્યા છીએ?
વેલેન્ટાઇન ડે માત્ર ગુલાબ, ગિફ્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સનો દિવસ નથી, તે પ્રેમના સાચા અર્થ પર વિચાર કરવાની તક છે. આજના સમયમાં જ્યા ંપ્રેમન પ્રદર્શન અને બજારમાં વેચાતી વસ્તુ બનાવી દેવામાં આવ્યો છે, ત્યાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આપણ પ્રેમને અનુભવીએ છીએ કે ફક્ત બતાવીએ છીએ? સંબંધોમાં વિશ્વાસ, સમર્પણ અને જવાબદારી વિના પ્રેમ અધૂરો છે. આ જ સંદેશ વેલેન્ટાઇન ડે આપણને યાદ અપાવે છે.
આજના યુગમાં વેલેન્ટાઇન ડે મોટા ભાગે બજાર અને સોશિયલ મીડિયા દ્વારા ચલાવાતો ઉત્સવ બની ગયો છે. ગુલાબ, ચોકલેટ, ભેટો અને સ્ટેટસ અપડેટ્સ, આ બધું પ્રેમનું માપદંડ બની રહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું પ્રેમ ફક્ત ખર્ચ અને દેખાવથી માપી શકાય? ભારતીય વિચારધારામાં પ્રેમ ત્યાગ, સહનશીલતા અને જવાબદારીનો પાઠ શીખવે છે, જ્યારે આધુનિક -દર્શનમાં તે ઘણી વખત સ્વાર્થ અને ક્ષણિક આકર્ષણ સુધી સીમિત રહી જાય છે. ભારતીય સંસ્કળતિમાંપ્રેમ ‘કામ' નહીં પરંતુ ‘પ્રેમભાવ' છે. શબરીનો રામ પ્રત્યેનો ભાવ, મીરાંનો કળષ્ણ પ્રત્યેનો પ્રેમ, સાવિત્રીનો પતિ પ્રેમ હોય કે માતા યશોદાનો વત્સલ ભાવ, આ બધા ઉદાહરણો બતાવે છે કે પ્રેમમાં પવિત્રતા, ધીરજ અને નિષ્ઠા મુખ્ય છે. અહીં પ્રેમને સાબિત કરવા માટે દિવસ નથી, પરંતુ સમગ્ર જીવન જ એક સાધના છે.
આજની પેઢી સામે પડકાર એ છે કે પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જરૂરી બન્યો છે. આકર્ષણ ક્ષણિક હોય છે, જ્યારે પ્રેમ પરીક્ષાઓમાંથી પસાર થઈને મજબૂત બને છે. સંબંધોમાં વિશ્વાસ, સંયમ અને સંસ્કાર ન હોય તો પ્રેમ ટૂંકા સમયમાં તૂટીને નિરાશામાં બદલાઈ જાય છે અને એના દૃશ્યો આપણે આજના સમાજમાં વારંવાર જોઈ રહ્યા છીએ.
વેલેન્ટાઇન ડે ને સંપૂર્ણપણે નકારવાનો પ્રશ્નનથી, પરંતુ તેને સમજદારીથી સ્વીકારવાનો -પ્રશ્ન છે. જો આ દિવસ આપણને પ્રેમના ઊંડા અર્થ પર વિચાર કરવા પ્રેરે, સંબંધોમાં જવાબદારી શીખવે અને માતા-પિતા, પરિવાર તથા સમાજ પ્રત્યેના પ્રેમને મજબૂત કરે, તો જ તેનો સાચો અર્થ સાકાર થશે. આજે જરૂર છે કે, આપણે યુવાનોને કહીએ ક પ્રેમ છુપાવવાની વસ્તુ નથી, પરંતુ સંસ્કારથી જીવવાની શક્તિ છે.પ્રેમને પ્રદર્શનમાં નહીં, પરંતુ વર્તનમાં ઉતારીએ. ગુલાબ હાથમાં પકડવાને બદલે જો આપણે હૃદયમાં સંવેદના જગાવી શકીએ, તો વેલેન્ટાઇન ડે માત્ર એક દિવસ નહીં રહે, પરંતુ ભારતીય સંસ્કળતિના પ્રેમભાવને પુનજીવિત કરવાનો અવસર બની જશે.
માત્ર એક વ્યક્તિને નહીં, માનવતાને પ્રેમ કરો. માત્ર શબ્દોમાં નહીં, આચરણમાં પ્રેમ લાવો. માત્ર એક દિવસ નહીં, આખા જીવનનપ્રેમમય બનાવો. જોપ્રેમમાં સંયમ હશે, તો સંબંધોમાં સ્થિરતા આવશે. જો પ્રેમમાં સંસ્કાર હશે, તો સમાજમાં શાંતિ આવશે.
વેલેન્ટાઇન ડે કોઈ પヘમિી ઉત્સવ નથી કે ભારતીય પરંપરાનો વિરોધી નથી જો તેને આધ્યાત્મિક દૃષ્ટિથી સમજીએ, તો આ દિવસ પ્રેમને પવિત્ર બનાવવાનો અવસર બની શકે છે.‘‘ પ્રેમએ ભાવ નથી,પ્રેમ એ સાધના છે, અને જેપ્રેમને જીવનની સાધના બનાવે, એ જ સાચો વેલેન્ટાઇન છે.
(3:27 PM IST)










