<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

શહિદોને શ્રદ્ધાંજલી અર્પવા કાલે લોકડાયરોઃ શ્રી દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા ત્રિકોણબાગ ખાતે કાર્યક્રમ

ગાયકો વાલભા ગઢવી, ઉમેદ ગઢવી, મનીષા પ્રજાપતિ, મીત રાવલ : જાહેર આમંત્રણ

રાજકોટ : શ્રી દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા આવતીકાલે તા. ૧૪ શનિવારના રાત્રે ૮:૩૦ કલાકે શહેરના ત્રિકોણ બાગ ખાતે ભવ્‍ય લોકડાયરાનું આયોજન કરાયું છે.

આ લોકડાયરામાં લોક ગાયક વાલભા ગઢવી, અષાઢી ગાયક ઉમેદ ગઢવી, લોક ગાયિકા મનીષા પ્રજાપતિ તેમજ લોક ગાયક મિત રાવલ પોતાની કલા પીરસશે.

પુલવામાં એટેકમાં શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના ના કાર્યક્રમને સફળ બનાવવા કાનાભાઇ સાનિયા, બીપીનભાઇ મકવાણા, વિનયભાઇ ટાંક, નાગજીભાઇ બાંભવા, તેમજ મિલનભાઇ ટાંક જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો. ૯૮૭૭૭૭૭૧૩ર, ૮૪૮૮૮૮૮૦૧૩ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:33 PM IST)