તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
પાક વીમાની નુકસાનની રકમ મેળવવા ખેડૂતે કરેલ ફરીયાદ રદઃ ગ્રાહક ફોરમનો આદેશ

રાજકોટઃ તા ૧૩ ધ્રાગધ્રાં તાલુકાના મોટી માલવણ ગામના ખેડુત વનમાળી રૂગન્નાથભાઈ પટેલે કે, સને.૨૦૧૬-૧૭મા એચ.ડી.એફ.સી.ઈરગો જનરલ ઈન્સયુરન્સ કંપનીમા અને સને.૨૦૧૭-૧૮મા એસ.બી.આઈ. જનરલ ઈન્સયુરન્સ કંપનીમા પ્રીમીયમ ભરી કપાસનો વિમો લીધેલ હતો, વરસાદની અતિવૃષ્ટિ થી પાક નિષ્ફળ ગયેલો, એચ.ડી.એફ.સી. ઈરગો જનરલ ઈન્સયુરન્સ કંપની અને એસ.બી.આઈ. જનરલ ઈન્સયુરન્સ કંપની સામે પાક વિમાની નુકશાનીના વળતર રૂા.૨,૫૦ લાખ અને રૂા.૨,૫૦ લાખ, વ્યાજ અને ખર્ચ મેળવવા સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી.એસ.બી. આઈ.જનરલ ઈન્સયુરન્સ કંપની વતી ધારાશાષાી પી.આર.દેસાઈ અને એચ.ડી.એફ.સી. વતી ધારાશાષાી મિતેષ જાનીએ દલીલ કરી હતી કે, ખેડુત પાક વિમાની નુકશાની ગયેલ છે, તે અંગેના આધારો રજુ કરવામા નિષ્ફળ ગયેલ છે, વિમા કંપનીએ એ.વાય. ટી.વાય. કરતા વધારે છે, તે પુરવાર કરેલ છે. બન્ને વીમા કંપનીના ધારાશાષાીની દલીલોમા
ધ્રાગધ્રા તાલુકામા માલવણ ગામ આવતુ નથી, પરંતુ ગંજેરા ગામનો સરકારી સર્વે છે, તે મુજબ આ કામનો એકચ્યુલ ઈલ્ડ, થ્રેસહોલ્ડ ઈલ્ડ કરતા વધારે છે, આથી ફરીયાદી વળતરની કોઈ રકમ મેળવવા હકકદાર નથી, અને ફરીયાદી પોતાનો કેઈસ પુરવાર કરવા નિષ્ફળ ગયેલ છે.પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના નીચે એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપની અને એચ.ડી.એફ.સી. ઈરગો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીની તરફેણમા, સુરેન્દ્રનગર ગ્રાહક તકરાર નિવારણ, કોર્ટએ ચુકાદો આપી ફરીયાદીની ફરીયાદ રદ કરી છે.એસ.બી.આઈ.જનરલ ઈન્સયુરન્સ કંપની વતી એડવોકેટ પી.આર.દેસાઈ અને એચ.ડી.એફ.સી.ઈરગો જનરલ ઈન્સ્યુરન્સ કંપની વતી મિતેષ જાની રોકાયા હતા
(4:14 PM IST)










