તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 13th February 2026
ગરીબોના ઝુંપડા તેમના સ્વપ્ન મહેલ સમાન હોય છે, તેને ધરાશાયી કરવા તે અમાનવીયતાઃ પુરૂષોત્તમ પીપરીયા
તંત્રએ સ્થાનીક રહેવાસીઓ વિરૂધ્ધ કેવીએટ દાખલ કરતા જંગલેશ્વર વિસ્તારના પરીવારોમાં ફફડાટ : રહેણાંકના બંધારણીય હકકોથી વંચીત ન રાખવા મ્યુનિસીપલ કમીશ્નરને જંગલેશ્વર વિસ્તારના પરિવારોની માનવીય અપીલ : જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે, તે જોગવાઈઓની અમલવારી થાય તેવી શાસનકર્તાઓને નમ્ર અરજઃ હિન્દુ મુસ્લિમ એકતા સમિતી કાયદો છે, જમીન છે અને આદેશ પણ છેઃ છતાં પણ પુનઃ વસન/આવાસ નિર્માણથી જંગલેશ્વરના હજારો હિન્દુ મુસ્લિમ પરિવારોને હક્કથી વંચિત રાખી શકાય નહિઃ એડવોકેટ રવિ બી. ગોગીયા જંગલેશ્વર વિસ્તારના ગરીબ હિન્દુ મુસ્લિમ પરિવારોને કાયદાકીય મળવાપાત્ર રાહત માટે સતાધીશો સકારાત્મક અને માનવીય અભિગમ દાખવેઃ સ્થાનિક રહેવાસીઓ

રાજકોટઃ રાજકોટના જંગલેશ્વર સોસાયટી, હરીજનવાસ, રાધા કૃષ્ણ નગર, બુદ્ધ નગર, આહિર વાસ અને નાડોદા સહિતના વિસ્તારોમાં છેલ્લા ૬ દાયકા (૬૦ વર્ષ) થી વધુ સમયથી હિન્દુ મુસ્લિમ પરિવારો વસવાટ કરી રહ્યા છે. પેઢીઓથી અહીં રહેતા સ્થાનિક નાગરિકોના રહેણાંકને તોડી પાડવાની કાર્યવાહીનું જોખમ લટકી રહ્યું છે ત્યારે રહીશોમાં ભારે ચિતા અને અજંપો અનુભવાય રહ્યો છે અને ઘેરા ડરની લાગણી વ્યાપક બની છે ત્યારે તંત્રએ
માનવીય અને કાયદાકીય અભિગમ દાખવી એક શ્રેષ્ઠ અને માનવીય સતાધીશનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
આ આર્થિક પછાત અને શ્રમજીવી પરિવારો, જેઓ દિવસ-રાત કાળી મજૂરી કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના માટે આ મકાનો માત્ર ઈંટોના બાંધકામ નહીં પણ જીવનભરની કમાણી, સપનાઓના મહેલ અને અસ્તિત્વનો આધાર છે. આ વિસ્તારના સામાજિક સંતુલન તરફ જોઈએ તો, અહીં ૬૫% હિન્દુ અને ૩૫% મુસ્લિમ પરિવારો વર્ષોથી સહ-અસ્તિત્વ સાથે રહે છે.
જ્યારે મામલતદારશ્રી (રાજકોટ પૂર્વ) દ્વારા કાયદાકીય રીતે અયોગ્ય એવી તોડફોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી, ત્યારે રહીશોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ પિટિશનો દ્વારા લડત આપી હતી. અંતે, નામદાર હાઈકોર્ટે સામે સામાજીક અગ્રણી ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ શ્રી રવિ બી. ગોગીયાએ સાહસિક લડત આપતા આ ગંભીર માનવીય પાસાઓને ધ્યાને લઈ એક ઐતિહાસિક ચુકાદો આપેલ, જેમાં મામલતદાર દ્વારા બજાવવામાં આવેલી તમામ ડિમોલિશન નોટિસોને તત્કાલ પ્રભાવથી રદબાતલ ઠેરવી છે અને સરકારની પુનઃવસવાટ યોજના હેઠળ અરજદારોની રજૂઆત સાંભળી વહેલી તકે નિર્ણય કરવા હુકમ કરેલ.
હાલ રહીશોમાં પ્રવર્તી રહેલ ઘેરી ચિતા એ છે કે, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિર્ધારિત 'પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી' ના માળખામાં રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન (RMC) અને રૂડા (RUDA) ના સક્ષમ અધિકારીઓ સહિત લઘુત્તમ ૮ સભ્યોની નિમણૂક અનિવાર્ય છે. આ નિયમ મુજબ, કમિટીમાં ઓછામાં ઓછા ૪ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ હોવા જોઈએ તેમ છતા પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરીટીની નિષ્ક્રીયતાને કારણે સ્લમ વિસ્તારને દુરસ્ત કરવામાં સફળ રહ્યા નથી તે ગરીબ ઝુંપડામાં વસવાટ કરતા ગરીબ પરીવારોને કાયદાકીય હકકથી વંચીત રાખવા બરાબર છે.
ખાસ વાત એ છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના જાહેરનામા અન્વયે ‘ગુજરાત સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિયરન્સ એન્ડ રિડેવલપમેન્ટ) એક્ટ, ૧૯૭૩ હેઠળ આ ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ગેઝેટનો મુખ્ય હેતુ જે-તે વિસ્તારોને સત્તાવાર રીતે 'સ્લમ એરિયા' (ઝૂંપડપટ્ટી વિસ્તાર) જાહેર કરવાનો છે, કારણ કે તંત્રની તપાસમાં આ વિસ્તારોમાં ગંદકી અને અસ્વચ્છતાને કારણે રહીશો તેમજ આસપાસના લોકોના આરોગ્ય અને સુરક્ષા માટે જોખમ હોવાનું જણાયું છે. આ જાહેરનામા દ્વારા તે તમામ વિસ્તારોમાં સ્લમ એકટ હેઠળની સત્તાઓ વાપરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને 'પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી' તરીકે અધિકૃત કરવામાં આવ્યા છે પરંતુ આવી ઓથોરીટી કાર્યરત હોવાનો તંત્ર ઈન્કાર કરી રહ્યું છે તે બંધારણીય હકક વિરૂધ્ધની બાબત છે.
ખાસ કરીને જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારો માટે આ ગેઝેટમાં અત્યંત મહત્વની વિગતો છે. ગેઝેટના અનુક્રમ નંબર ૧૦૩ મુજબ, વોર્ડ નંબર ૧૭ માં આવેલ જંગલેશ્વર વિસ્તારને સ્લમ તરીકે નોટિફાય કરવામાં આવ્યો છે, જેનું કુલ ક્ષેત્રફળ ૨,૮૬,૪૬૮ ચોરસ મીટર દર્શાવેલ છે અને તે TP સ્કીમ નં. ૬ હેઠળ ફાઈનલ (FP NO. ૧૬૦, ૧૭૬, ૧૭૭, ૧૭૯, ૧૮૭ અને ૧૯૦) મળી કુલ ૧,૮૭,૪૩૯ ચોરસ મીટર વિસ્તારને આ પ્રોજેક્ટમાં સાંકળી લેવામાં આવ્યો છે. તેવી જ રીતે, અનુક્રમ નંબર ૧૧૧ મુજબ નાડોદા નગરને પણ સ્લમ એરિયા જાહેર કરાયેલ છે, જે ૩૭,૧૨૪ ચોરસ મીટરમાં ફેલાયેલ છે. આ ગેઝેટ એ વાતનો મજબૂત પુરાવો છે કે આ જમીન સુધારણા અને પુનઃવિકાસ માટે સરકાર
દ્વારા માન્ય કરવામાં આવી છે, જેના આધારે રહીશો પાકા આવાસ અને પુનઃવસવાટની કાયદેસરની માંગણી કરી શકે.
આ ગેઝેટમાં જંગલેશ્વર ઉપરાંત રૈયાધાર, પોપટપરા, ભગવતીપરા અને રામનાથ પરા જેવા કુલ ૧૩૫ જેટલા સ્લમ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરની સહી સાથેનું આ ગેઝેટ તા. ૧૩ જુલાઈ, ૨૦૧૭ ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું અને તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૧૭ ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ થયું હતું. કાયદાકીય રીતે આ ગેઝેટ સૂચવે છે કે આ વિસ્તારોમાં હવે તોડફોડ કરવાને બદલે 'સ્લમ ક્લિયરન્સ એક્ટ' મુજબ રહીશોનું યોગ્ય આવાસમાં રૂપાંતર કે પુનઃવસવાટ કરવાની જવાબદારી અને સત્તા તંત્ર પાસે છે. આમ, જ્યારે સરકારના પોતાના ગેઝેટમાં આ વિસ્તારો સ્લમ જાહેર થયેલા હોય, ત્યારે તંત્ર દ્વારા પુનઃવસવાટની પ્રક્રિયામાં વિલંબ કરવો એ રહીશોના કાયદેસરના અધિકારોનું ઉલ્લંઘન છે.
ય્પ્ઘ્ દ્વારા આ વિસ્તારોમાં મુખ્યમંત્રી આવાસ યોજના' તથા 'પ્રધાનમંત્રી આવાસ યોજના' ના માધ્યમથી ભ્ભ્ભ્ (ભ્યણુશ્રશણૂ ભ્શ્વશરર્ુીદ્દફૂ ર્ભ્ીશ્વદ્દઁફૂશ્વતત્ર્શષ્ટ) મોડલ પર રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવાની થાય છે. આ નીતિ મુજબ, ડેવલપરને GDCR ના નિયમોનુસાર પ્રોત્સાહક FSI ફાળવી, લાભાર્થીઓને તમામ પાયાની સુવિધાઓ સાથેના '૨ રૂમ-રસોડા' ના પાકા મકાનો સોંપવાની જોગવાઈ છે. આ મોડેલ સરકાર અને જનતા બંને માટે ફાયદાકારક હોવા છતાં, વહીવટી પ્રક્રિયામાં થઈ રહેલો વિલંબ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
ઉપરાંત સર્વોચ્ચ અદાલતના ઙ્કઘરના સપના'' ના ચુકાદાનો સંદર્ભઃ આ કાનૂની જંગમાં રહીશોએ માનનીય સર્વોચ્ચ અદાલતના તાજેતરના (૧૩.૧૧.૨૦૨૪) સીમાચિホરૂપ ચુકાદા (Writ Petition No. 328/2022) નો પણ આધાર લીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટે અત્યંત સંવેદનશીલતા સાથે નોંધ્યું છે કે, ‘‘અપના ઘર હો, અપના આંગન હો, ઇસ ખ્વાબ મેં હર કોઈ જીતા હૈ; ઇન્સાન કે દિલ કી યે ચાહત હૈ, કિ એક ઘર કા સપના કભી ન છૂટે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ નાગરિકના માથા પરની છત છીનવી લેવી એ તેના જીવવાના અધિકાર પર તરાપ છે. જંગલેશ્વરના આર્થિક રીતે પછાત (EWS) અને શ્રમજીવી પરિવારો માટે પણ આ આવાસ એ માત્ર ઈંટોનું માળખું નથી, પણ તેમના જીવનનું એકમાત્ર સપનું છે, જેને કાયદાકીય રક્ષણ મળવું અનિવાર્ય છે. પરંતુ હજુ સુધી આ અમલવારી થયેલ નથી.
તંત્રની આ ઢીલી નીતિને કારણે હજારો પરિવારો હજુ પણ ભય અને અનિヘતિતાના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ હોવા છતાં, RMC તરફથી હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. રહીશોની મક્કમ માંગ છે કે ય્પ્ઘ્ વહીવટી સક્રિયતા દખાવી આવાસ નિર્માણની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરે. જોગવાઈઓ મુજબ ત્વરિત કમિટીનું ગઠન કરી/કાર્યરત કરી અનામત રાખેલી જમીન પર ગરીબ પરિવારોના હિતમાં કામ શરૂ કરવું એ હવે અનિવાર્ય છે.
સમગ્ર ચિત્ર સ્પષ્ટ છે કે એકબાજુ કાયદાકીય જોગવાઈઓ અને હાઈકોર્ટના આદેશો છે, તો બીજીબાજુ તંત્રની વહીવટી શિથિલતા છે. આ સંજોગોમાં જંગલેશ્વર અને નાડોદા નગરના ગરીબ રહેવાસીઓને પરવડી ન શકે તેવા ખર્ચ કરીને હાઇકોર્ટ સુધી ન્યાય માંગવો પડે તે વહિવટી તંત્રની નિષ્ક્રીયતાનું પરીણામ છે. આ પરિસ્થિતિ માટે કોની જવાબદારી બની શકે તે તંત્રએ તપાસવું જોઇએ અને આ માટે જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓની જવાબદારી નક્કી કરવી અનિવાર્ય અને આવશ્યક છે. ખાસ કરીને જંગ્લેશ્વર અને નાડોદા વિસ્તાર સરકારશ્રીએ ગેઝેટમાં જાહેર કરેલ હોયલ ત્યારે પૂનઃવસવાટ અને પૂનઃનિર્માણના લાભો કાયદા મુજબ બનવાપાત્ર બને છે તે આપવામાં ઉદાસીનતા રાખવી તે યોગ્ય ના ગણાય.
હંમેશા ગરીબોના હક્ક માટે નિષ્કામ લડત આપતા સામાજીક અગ્રણી ડો. પુરૂષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવી બી. ગોગીયાના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર વિસ્તારના હરેક જ્ઞાતીના મોભીઓ અને યુવકો કાનુની લડાઇમાં એકામતે એકાજૂથે મહેનત કરી રહ્યા છે તેની સ્થાનીક રહેવાસીઓ સરાહના કરી રહ્યા છે.(૪૦.૩૪)
નામદાર સર્વોચ્ચ અદાલતે તેના તાજેતરના ૧૩.૧૧.૨૦૨૪ ના ઐતિહાસિક ચુકાદામાં માનવીય સંવેદના સાથે ટાંક્યું છે કે-
‘અપના ઘર હો, અપના આંગન હો,
ઇસ ખ્વાબ મેં હર કોઈ જીતા હૈ;
ઇન્સાન કે દિલ કી યે ચાહત હૈ,
કિ એક ઘર કા સપના કભી ન છૂટે.'
તંત્ર પાસે ગરીબોના આવાસ માટે ૧,૮૭,૪૩૯ ચો.મી. જગ્યા સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ છે. પ્રવર્તમાન નિયમો અનુસાર, આ માટે નિર્ધારિત 'પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી' (Prescribed Authority) ના માળખામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) અને રૂડા (RUDA) ના સક્ષમ અધિકારીઓ સહિત લઘુત્તમ ૮ સભ્યોની નિમણૂક અનિવાર્ય છે. આ સમિતિમાં ઓછામાં ઓછા ૪ સભ્યો સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ હોવા જોઈએ.
આમ છતાં, 'પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી'ની નિષ્ક્રિયતાને કારણે સ્લમ વિસ્તારોની પરિસ્થિતિ સુધારવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ પરિવારોને તેમના કાયદાકીય હક્કોથી વંચિત રાખવા સમાન છે. કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં તેની અમલવારી કરી સ્થાનિક રહેવાસીઓને રહેણાંકના લાભ આપવાને બદલે, ઓથોરિટી દ્વારા દાખવવામાં આવતી ઉદાસીનતા ગરીબોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન અને અમાનવીય અભિગમ દર્શાવે છે. ખાસ કરીને જંગ્લેશ્વર અને નાડોદા વિસ્તાર સરકારશ્રીએ ગેઝેટમાં જાહેર કરેલ હોય, ત્યારે પૂનઃવસવાટ અને પૂનઃ નિર્માણના લાભો કાયદા મુજબ બનવાપાત્ર બને છે તે આપવામાં ઉદાસીનતા રાખવી તે યોગ્ય ના ગણાય.
એડવોકેટ રવિ બી. ગોગીયા.
(3:40 PM IST)










