News of Friday, 13th February 2026
શહેરમાં કેટલા વૃક્ષો છે ? ગણતરી માટે કોઇ એજન્સીને રસ નહીં : બીજો પ્રયત્ન
૧૦ વર્ષ બાદ ડોર ટુ ડોર મનપા દ્વારા ગણતરી હાથ ધરવા પ્રક્રિયા : કામગીરી બે તબક્કામાં થશે

રાજકોટ, તા. ૧૩ : ૧૦ વર્ષ બાદ વળક્ષ ગણતરી કરવાનું પ્લાનિંગ તૈયાર કરી પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
સ્ટ્રીટવાઇઝ ડોર ટુ ડોર જઇને વળક્ષ ગણતરી કરવા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવીછ ે. ટેન્ડર પ્રક્રિયા કરતા પ્રથમ પ્રયત્નમાં કોઇ એજન્સી રસ ન દાખવતા તંત્ર દ્વારા બીજો પ્રયત્ન કર્યો છે.
આ અંગે મનપાના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વૃક્ષ ગણતરી કામગીરી બે પ્રકારે થશે જેમાં શેરીએ ગલીએ ફરીને ડોર ટુ ડોર જઇ ટીમ વળક્ષ ગણતરી કરશે. તદઉપરાંત જ્યારે મહાપાલિકાએ નિર્માણ કરેલામિઆવાકી ગાર્ડન, અર્બન ફોરેસ્ટ વિગેરેને ગ્રીન સ્પેસ તરીકે નોંધાશે, જો કે ત્યાંના વળક્ષોની પણ ગણતરી તો થશે જ. વળક્ષ ગણતરી માટે મહાપાલિકા પાસે પૂરતો સ્ટાફ ન હોય આ કામગીરી એજન્સી મારફતે થશે. વળક્ષ ગણતરીની કામગીરી માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી એજન્સીઓને આમંત્રિત કરાઇ હતી પરંતુ પ્રથમ વખતની ટેન્ડર પ્રક્રિયામાં કોઇ એજન્સી આવી ન હતી તાજેતરમાં બીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે જેની મુદ્દત પૂર્ણ થવામાં હજુ સમય બાકી છે.
ટેન્ડર પ્રકિયા પૂર્ણ થયે ત્વરિત ગણતરી શરૂ થશે અને એક વર્ષ સુધી કામગીરી ચાલશે. વળક્ષ ગણતરી સાથે વળક્ષના પ્રકાર, આયુષ્ય, વર્તમાન સ્થિતિ જેવી બાબતોની પણ નોંધ કરવામાં આવશે. સામાન્ય રીતે વળક્ષ ગણતરી વન વિભાગ કરતું હોય છે પરંતુ આ વખતે રાજકોટ મહાપાલિકા દ્વારા એજન્સી મારફતે કામગીરી થશે. રાજકોટમાં લગભગ ૧૦ વર્ષ પૂર્વે વળક્ષ ગણતરી કરાઇ હતી ત્યારે શહેરમાં અંદાજે ત્રણ લાખ જેટલા વળક્ષો હતા.
(4:17 PM IST)










