News of Friday, 13th February 2026
રાજકોટના આંગણે યોજાશે ગૌ પશુ સંવર્ધન પ્રદર્શન
ગાય માત્ર દૂધનુંસ્ત્રોત નથી એ તો સમગ્ર જીવનની સંસ્કૃતિ છેઃ રેસકોર્ષના મેદાનમાં તા.૨૦,૨૧,૨૨ ફેબ્રુઆરીના આયોજન ગીર અને કાંકરેજ નસલ જાતિના ગૌવંશનું પ્રદર્શન સાથે હરીફાઇ, જેમાં ૫૦ લાખથી વધુના ઇનામોઃ ગૌ આધારીત વસ્તુઓનું પણ પ્રદર્શનઃ દેશભરમાંથી સંવર્ધકો, પશુપાલક અને વેટરનરી ડોકટરો હાજરી આપશેઃ ગૌપ્રેમીઓને જાહેર આમંત્રણ

રાજકોટઃ ભારત દેશ અને ગૌવંશ એક બીજાના પર્યાય છે.મારવાડી કોલેજ ખાતે યોજાયેલા ઇન્વેસ્ટમેન્ટ સમિટમા પણ બ્રાઝીલના પોતાના પ્રવાસ અને ગીર ગાયની ભેટ દ્રારા દુધ ઉત્પાદનક્ષેત્રે બ્રાઝીલના અર્થતંત્રમા આવેલા આમૂલ પરિવર્તનની વાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના ભાષણમા કહેલી.દેશમા બાંધકામ ,વિવિધ ઉદ્યોગ,હસ્તકલા,ગૌ આધારિત વસ્તુઓની પ્રદર્શની તો યોજાય છે, પરંતુ બ્રાઝીલમા સતત ૯૯ વર્ષથી યોજાતી ગૌ પશુ સંવર્ધન પ્રદર્શનીમાંથી પ્રેરણા લઇ રાજકોટના આંગણે આવુ અનોખુ પ્રદર્શન યોજવાનુ બીડુ કેટલાક નવયુવાન ઉદ્યોગપતિઓએ ઝડપ્યુ.ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપણી ગીર ગાય , કાંકરેજી , જાર્ષિ જેવી ગાયો ઉપરાંત વિવિધ પશુઓ , બળદ તેનુ સંવર્ધન દેશ અને દુનિયામા કેવી રિતે થાય છે? જેનાથી આખા દેશનુ અર્થતંત્ર ચાલે, લોકોને રોજગારી અને શુદ્ધ આહાર પ્રાપ્ત થાય એવા ક્રાંતિકારી વિચાર સાથે વિશાળ ફલક ઉપર આ પ્રદર્શનિનુ આયોજન થવાનુ છે.જેમા દેશ અને દુનિયામાથી પશુપાલકો ભાગ લેવાના છે.
આગામી ૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરી (શુક્ર, શનિ, રવિ)ના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયાનો સૌથી મોટો અને ભારત દેશનો પ્રથમ વખત ભવ્યાતિભવ્ય ઇન્ડિયન કેટલ શો ૨૦૨૬ નું આયોજન થવા જઈ રહ્યું છે.
આ સમગ્ર આયોજન IFIZC ની ટીમ દ્વારા ICS અને ટીમ આયોજન કરી રહ્યા છે. જેમાં આપણા ભારતના રાષ્ટ્રિય ધરોહર સમાન ગીર અને કાંકરેજ નસલ જાતિ ના ગૌ વંશનું પ્રદર્શન અને હરીફાઈનું આયોજન થવાનું છે. જેમાં ગુજરાતમાંથી આઠહજારથી વધારે ગૌવંશનું રજીસ્ટ્રેશન થયેલું છે. જેમાંથી ૧૦૦ ગીર અને ૧૦૦ કાંકરેજ ની પસંદગી કરાઈ છે. જેનું પ્રદર્શન અને હરીફાઈ તેમજ સર્વશ્રેષ્ઠ ને ઉત્તમ ઇનામની જાહેરાત થશે. આ ઇનામની કુલ રકમ ૫૦ લાખ થી વધારે હોવાનું જણાવાયું છે.
સાથે આ ત્રણ દિવસીય કાર્યક્રમ દરમિયાન ગૌ આધારિત એકમોને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સૂત્ર હર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી ને ધ્યાને રાખી પશુ પાલકો ને પ્રોત્સાહન આપવા ગૌએકસ્પોનું સહઆયોજન પણ થયું છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે ગૌ પૂજન તેમજ ગૌ પ્રદર્શન નું ઉદ્ધાટન થશે.
આ ત્રણ દિવસ દરમિયાન ભારતભર માંથી અનેક સંવર્ધકો, પશુપાલકો અને વૈજ્ઞાનિકો, વેટરનરી ડોક્ટરો તેમજ
મુખ્ય અતિથી તરીકે શંકરભાઈ ચૌધરી (અધ્યક્ષ ગુજરાત વિધાનસભા), હર્ષદભાઈ સંઘવી(માનનીય કેબિનેટ મંત્રી, ગૃહમંત્રી ગુજરાત), ગોવિંદભાઈ ધોળકિયા(સાંસદશ્રી રાજ્યસભા સુરત), રમેશભાઈ તેલાળા(ધારાસભ્ય શ્રી, રાજકોટ), શ્રીમતી દર્શિતાબેન શાહ(ધારાસભ્ય શ્રી, રાજકોટ), પરશોત્તમભાઈ રૂપાળા(સાંસદશ્રી રાજકોટ), શ્રીમતી નવનીતબેન પેડીયા તેમજ અતિથી વિશેષ ગોવિંદભાઈ ધોળકિયા (સાંસદ રાજ્યસભા સુરત), રામભાઈ મોકરિયા (સાંસદશ્રી, રાજ્યસભા રાજકોટ), મોહનભાઈ ભાવનગરિયા (ધારાસભ્ય ), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), રમેશભાઈ તલાળા (ધારાસભ્ય ), શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ(ધારાસભ્ય) ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં આઇસીએસ કોર કમીટી ઓલ ઓફ મેમ્બર દેવાભાઇ ટોયટા, કિશોરભાઇ આડેદરા, વીરભાઇ ખારા, કૃણાલભાઇ સોલંકી, અંકુરભાઇ સુતરીયા, કેયુરભાઇ કાનગડ, વિજયભાઇ કેર, દેવેનભાઇ ધોળકીયા, પાર્થભાઇ વાળા નજરે પડે છે.
આ અંગે વધુ માહિતી માટે મો. ૭૦૯૬૨ ૯૦૦૮૫/ ૭૦૬૯૨ ૯૦૦૮૫ ઉપર સંપર્ક કરી શકાય છે (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (
(4:29 PM IST)










