<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

બામણબોરમાં ઢોરના છાંયડા માટેનું ઝાડ કાપવાની ના પાડતાં હુમલો

હીનાબેનને પાડોશી સંજય અને તેના બા લાડુબેને ઢીકાપાટુ, પથ્‍થરથી ઇજા કરી

રાજકોટ તા. ૧૪: બામણબોરમાં નવાગામ ખાતે રહેતાં હીનાબેન રસીકભાઇ શેખ-કોળી (ઉ.વ.૩૮) ઉપર પાડોશી સંજય અને તેના બા લાડુબેને હુમલો કરી ઢીકાપાટુનો માર મારી માથામાં પાણકો મારી લેતાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા છે. હીનાબેને જણાવ્‍યું હતું કે અમારે માલઢોર હોઇ તેને બેસવા માટે ઘર પાસે ઝાડ વાવ્‍યા છે. આ ઝાડને પાડોશી સંજય કાપતો હોઇ તેને ના પાડતાં ઝઘડો થયો હતો. એ પછી સંજય અને તેના બા લાડુબેને મળીને મને ઢીકાપાટુ માર્યા હતાં અને માથા પાછળ પાણકો મારી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

(12:20 PM IST)