<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

મહેસૂલ વિભાગ દ્વારા રાજકોટના ૯ સહિત ૧૬૫ નાયબ મામલતદારના પ્રમોશનના ઓર્ડરો

૩૭ મામલતદારોની બદલીનો ગંજીપો ચીપાયો રાજકોટના ભાલોડી- આચાર્ય- ઝાલા વિગેરેનો સમાવેશઃ રાજકોટના બે મામલતદાર ઝાલા તથા અજીત જોષીની બદલી રાજકોટ પヘમિ વિસ્‍તારના નવા મામલતદાર નીતેશ પંડયા

રાજકોટ તા.૧૪: રાજયના મહેસૂલ વિભાગે ગત મોડીરાત્રે બદલી- બઢતી ગંજીપો ચીપી ઓર્ડરો ઇસ્‍યુ કર્યા છે.

મહેસૂલ ખાતાએ રાજકોટના  જસદણ મામલતદાર આઇ.જી. ઝાલા અને પヘમિ રાજકોટના અજીતકુમાર જોષી સહિત કુલ ૩૭ મામલતદારોની બદલીના ઓર્ડરો કર્યા છે, શ્રી ઝાલાને પોરબંદર ઇલેકશનમાં તથા તો અજીતકુમાર જોષીને જૂનાગઢ શહેરી વિકાસ સતામંડળમાં મૂકયા છે.

આ ઉપરાંત દ્વારકાના સુરેશકુમાર દેસાઇ, ભાણવડના વાય.પી. ગઢવી, અમરેલીના વિક્રમ વરૂ, રાણાવાવના જીતેન્‍દ્ર ડાભી, પોરબંદરના એચ.એન. પરમાર, ચૂડાના શુંભાંગીની બેન્‍જામીન, બોટાદના મૂકેશકુમાર પરમાર, થાનગઢના નીલેશકુમાર પટેલ તાલાલાના કૃષ્‍ણકુમાર ચુડાસમા, ગીર સોમનાથના સંજયકુમાર બારૈયા, સુરેન્‍દ્રનગરના મયુરકુમાર દવે, મુળીના પારૂલબેન શાહ, તથા મોરબીના-અલ્‍કેશકુમાર ભટ્ટની સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં બદલીઓ થઇ છે.

આ ઉપરાંત મહેસુલ ખાતાએ રાજકોટના ૯ સહિત કુલ ૧૬પ નાયબ મામલતદારોને બઢતી આપી મામલતદાર તરીકે પોસ્‍ટીંગ આપ્‍યું છે.

જેમાં રાજકોટના સર્વશ્રી નીશા લાખાણી, હિરેન મકવાણા, પ્રણવકુમાર આચાર્ય, સુવિધાબા રાઠોડ, હીર વંજાણી, જય રાજાવઢા, મહેન્‍દ્ર ભાલોડી, જોગીદાન ગઢવીનો સમાવેશ થાય છે.

મહેસુલ ખાતાએ પヘમિ મામલતદાર રાજકોટની બદલી થતા શ્રી જોષીના સ્‍થાને અમદાવાદના નીતેશકુમાર પંડયાને નિમણુંક આપી છે.

આ ઉપરાંત બાબરાના મામલતદાર નીતીનકુમાર લાંઘણોજાનો ઓર્ડર કેન્‍સલ કરી તેમને રાજકોટમાં પી.આર.ઓ. તરીકે પુનઃ ફરજ ઉપર મુકયા છે.

રાજકોટમાં પ્રમોશન મેળવનાર નીશા લાખાણીને મુળી મામલતદાર, હિરેન મકવણાને ગાંધીનગર, પ્રણવ આચાર્યને રાજકોટમાં લેન્‍ડ રીકવીઝેશનમાં, સુવિધાબા રાઠોડને ગાંધીનગર, હિર બંજાણીને જુનાગઢ, જય રાજાવઢાને સુરેન્‍દ્રનગર, મહેન્‍દ્ર ભાલોડીને ખાંભા, જોગીદાન ગઢવીને ગાંધીનગર પોસ્‍ટીંગ અપાયું છે.

દરમિયાન  મોરબી જિલ્લામાં જમીન શાખામાં લાંબો સમય ફરજ બજાવી ચુકેલા અને હાલ ટંકારા ખાતે આર.એ.કે. (RAK) તરીકે કાર્યરત નિખિલકુમાર આર. જોષીની મામલતદાર તરીકે બઢતી સાથે સુરેન્‍દ્રનગર ખાતે ચિટનિશ તરીકે બદલી કરવામાં આવી છે.

 નિખિલકુમાર જોષી મોરબીમાં કાયદાના તજજ્ઞ અને નાગરિકોના પ્રશ્નો પ્રત્‍યેની ચિવટ માટે જાણીતા છે. ખાસ કરીને મોરબીની ઝૂલતા પુલની દુર્ઘટના વખતે ભોગ બનનાર પરિવારો માટે સરકારના ઈમર્જન્‍સી આદેશો અને કોર્ટની સૂચનાઓના અમલીકરણમાં તેમણે અત્‍યંત મહત્‍વની અને સંવેદનશીલ ભૂમિકા ભજવી હતી. તેમની આ કામગીરીની વહીવટી સ્‍તરે નોંધ લેવામાં આવી છે.  હળવદ મામલતદારની પણ બદલી  જિલ્લા ફેર બદલીના આ રાઉન્‍ડમાં હળવદ ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા અલકેશ પી. ભટ્ટની પણ બદલી કરવામાં આવી છે. તેમને ભાવનગર જિલ્લાના જેસર ખાતે મામલતદાર તરીકે નિયુક્‍તિ આપવામાં આવી છે.

(1:11 PM IST)