તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
રાજકોટ રૂરલ એસઓજીએ કુવાડવાની બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યોઃ એકની ધરપકડ

રાજકોટ, તા.૧૪: રાજકોટ રૂરલ એસઓજીએ કુવાડવાની બાઇક ચોરીનો ભેદ ઉકેલી એક શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કામગીરી કરવા સુચના કરેલ હોય,એસ.ઓ. જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ. પારગી તથા ટીમ જસદણ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન જસદણ જકાતનાકા પાસે મહિપાલ જગદીશભાઇ રાજપરા રહે, જસદણ વિંછીયા રોડ, આસોપાલવ પાન વાળી શેરી તા-જસદણ જી-રાજકોટ વાળો ચોરીમાં ગયેલ એકસેસ મો.સા. સાથે પકડી પાડી પૂછતાછ કરતા આ બાઇક કુવાડવા માંથી ચોરી કર્યાની કબૂલાત આપતા તેની (૧) એકસેસ મો.સા. જેના ચેસીસ નંબ (એમબી૮ ડીપી૮૨૦૫૬૨ છે. તે કિ. રૂા. ૪૦,૦૦૦/- સાથે ધરપકડ કરાઇ હતી.
આ કામગીરી રૂરલ એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા પી.બી. મિશ્રા પો. હેઙકોન્સ. વિજયભાઇ વગડ તથા ચંદુભાઇ પલાળીયા , પો. કોન્સ. વિજયગીરી ગોસ્વામી તથા રામદેવસિંહ ઝાલા સહિતના સ્ટાફે કરી હતી.
(2:52 PM IST)










