<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

લોધીકાના પાળ ગામે રાજકોટના ઉદયભાઇ પરમાર ઉપર ૪ શખ્‍સોનો ધોકાથી હૂમલો

જુગારમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી રાજકોટના સાહિલ સોઢા સહિતના તૂટી પડયા

રાજકોટ તા.૧૭: લોધીકાના પાળ ગામે જુગારમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી રાજકોટના યુવાન ઉપર ૪ શખ્‍સોએ ધોકાથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ લોધીકાના પાળ ગામથી આગળ રોઝવેલી પાર્ટીપ્‍લોટમાં ઢોલ વગાડવા ગયેલા ઉદયભાઇ તુલસીભાઇ પરમાર (ઉ.વ.૨૦) રહે. પરસાણાનગર, જામનગર શેરી નં.૬ રોહિત સોઢા રે.પેડક રોડ પાસે રાજકોટ તથા અન્‍ય બે અજાણ્‍યા શખ્‍સોએ ધોકાથી હુમલો કરી ઇજા કરી હતી.

આરોપી સાહિલ સોઢા તથા રોહિત ઇજાગ્રસ્‍ત ઉદયભાઇના મામા સાથે પાંચ માસ પૂર્વે જેતપુર જુગાર રમવા માટે ગયા હતા ત્‍યારે બોલાચાલી થતા તેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે ઉદયભાઇ પરમારએ ઉકત ચારેય સામે ફરિયાદ કરતા લોધીકા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે.

(4:17 PM IST)