તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 14th February 2026
આર્યનગરમાં ત્રીજા માળે વિજતારને અડી જતાં કરંટ લાગ્યો અને પટકાયાઃ જગદીશભાઇનું મોત
એક મહિનાની સારવાર બાદ દમ તોડી દીધોઃ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં: ગોરવાડીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૪: સામા કાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં મકાનના સેન્ટીંગગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં. પેટના ભાગે તથા છાતીના ભાગે ગંભીર રીતે દાજી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.
જાણવા મળ્યા મુજબ પેડક રોડ પર આર્યનગર શેરી નંબર-૧૨માં રહેતાં જગદીશભાઈ જીવણભાઈ ગોરવાડિયા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ ૧૬/૧ના બપોરે પોતાના ઘરે ત્રીજા માળે છતનું સેન્ટીંગ કામ ચાલુ હતુ ત્યારે ત્રીજા માળે હતા ત્યારે ત્યાંથી પસાર થતાં વીજતારને અકસ્માતે અડી જતાં કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતાં અને ત્રીજા માળેથી પટકાતાં ઇજાઓ પણ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતાં. તેમનું ગત રાતે મૃત્યુ થતાં પરિવામાં ગમગીની છવાઇ ગઇ છે. બી-ડીવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. જગદીશભાઈ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં અને પાનનો થડો ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. તસ્વીરમાં જગદીશભાઇ સારવારમાં હતાં તે જોઇ શકાય છે.
(2:54 PM IST)










