News of Saturday, 14th February 2026
મોચીનગરમાં રહેતાં નિવૃત એએસઆઇ ઇકબાલભાઇ સુમરાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસ હેડક્વાર્ટરમાંથી નિવૃત થયેલા એએસઆઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવને પગલે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જામનગર રોડ પર મોચીનગર-૬માં રહેતાં નિવૃત એએસઆઇ ઇકબાલભાઇ આમદભાઇ સુમરા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે સવારે પાંચેક વાગ્યે ઘરે નાઇલોનની દોરીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આ બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ઇકબાલભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં અને પોલીસ હેડક્વાર્ટરના નિવૃત એએસઆઇ હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
(2:55 PM IST)










