તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
રાજકોટમાં સૌપ્રથમ વખત ભારતીય ગૌવંશનો કેટલ શો
ગીર અને કાંકરેજ ગૌવંશને શ્રેષ્ઠ જાતવાન નસલને પુનઃ સ્થાપિત કરવાનો સંકલ્પઃ વિન્ટેજ કાર અને વિન્ટેજ ટ્રેકટરનું પ્રદર્શનઃ રેસકોર્ષના મેદાનમાં ત્રિદિવસીયા કેટલ શોઃ ૨૧મીએ હાર્દિક દવે લોકગીતો પીરસશે રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એશિયા નો મોટો અને ભારત નો સૌપ્રથમ ભારતીય ગૌવંશ નો કેટલ શો

તા.૨૦, ૨૧, ૨૨ ફેબ્રુઆરીના યોજાએલ છે જેમાં ભારતીય ગીર અને કાંકરેજ ગૌવંશ ને શ્રેષ્ઠ જાતવાન નસલ ને પુનઃ પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ સાથે આ ભવ્યાતિત આયોજન થવાનુ છે
આ પ્રસંગે દેશ વિદેશમાંથી મહેમાનો તથા ભારત ના વિશ્રવવંદનીય સાધુ સંતો, મહામંડલેશ્વરો આશીર્વાદ આપશે. ગુજરાતના જાણીતા રાજાશાહી રજવાડા ના રાજા મહારાજા અને યુવરાજ તેમજ એમના પ્રતિનિધીઓ હાજર રહેશે. સાથે રાજકીય આગેવાનો તેમજ દેશભરમાંથી ગૌશાળા તેમજ પાંજરાપોળ ના પ્રમુખો તેમજ એમના પ્રતિનિધીઓ પણ હાજર રહેવાના છે. આ આયોજન મા ખાસ આકર્ષણ નુ કેન્દ્ર વિન્ટેજ કાર અને વિન્ટેજ ટ્રેકટરનુ પ્રદર્શન પણ રાખવામાં આવેલ હોવાનું જણાવાયું છે. એક સાથે વિન્ટેજ કાર અને આપણી સંસ્કૃતિ ની ધરોહર આપણી ગૌમાતા એક જ જગ્યાએ જોવા મળશે જેમા બાળકો પરીવાર સાથે ઉત્સાહભેર આ સમગ્ર આયોજન માણી શકશે...
યુવાનોના મનોરંજન માટે શબ્દ પરીક્રમા ફેમસ હાર્દીકભાઇ દવેની આગવી શૈલીમા ભાતીગળ ભજનો અને લોકગીત તા.૨૧ને શનિવાર ના રોજ સાંજે ૭:૩૦ કલાકે થશે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સર્વ શ્રી રોહિતભાઈ બીસ્ટ, દેવાભાઈ ટોયેટા અંકુરભાઈ સુતરીયા, હર્ષિતભાઈ કાવર, પ્રફુલભાઈ કાથરોટીયા, પાર્થ ભાઈ વાળા, વિજયભાઈ ડેર, જયેશભાઈ સંઘવી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:43 PM IST)










