તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
રાજકોટમાં રહેતા રાજસ્થાની પરિવારોનું આવતીકાલે આઠમું વાર્ષિક મહાસંમેલનઃ મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાશે
ભજન સંધ્યા, મહાપ્રસાદના કાર્યક્રમોઃ ગોડવાડ ફુલા ભારતીજી નવયુવક મંડળ દ્વારા આયોજન

રાજકોટઃ મુળ રાજસ્થાનમાં વસવાટ કરતાં અને રાજકોટ સ્થાયી થયેલ રાજસ્થાનના પરિવારજનોનું આવતીકાલે વાર્ષિક મહાસંમેલન તથા મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં આવશે.
ગોડવાડ ફુલા ભારતીજી નવયુવક મંડળ-રાજકોટ દ્વારા આવતીકાલે તા.૧૫ના રીવવારે આઠમાંૅ વાર્ષિક મહાસંમેલન તથા મહાશિવરાત્રી ઉત્સવનું સાંજે ૭ વાગ્યાથી આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત કાલે રાત્રે ૮ વાગ્યાથી આયોજીત ભજન સંધ્યામાં બંસલ ભાટી (સિહોરી) અને મનોહરભાઈ (બીજાપુર) જમાવટ કરશે.
આગેવાનોએ જણાવેલ કે ગોકવાડ યુલા ભારતીજી નવયુવક મંડળ-રાજકોટ આઠ વર્ષથી કાર્યરત છે. જેમાં મુળ રાજસ્થાનના અને હાલ રાજકોટ સ્થાયી થયેલ હોય તેવા ભાઇ-બહેનો આ સંમેલનમાં ઉપીસ્થત રહેશે. સંમેલનમાં વિવિધ માહીતીઓ તેમજ વર્ષભર રજૂ કરવામાં આવનાર કાર્યક્રમોની માહીતી આપવામાં આવશે.
આ કાર્યકર્મમાં ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, પી.આઈ.શ્રી રજીયા, પી.એસ.આઈ. શ્રી ભરવાડ અને કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા વિ.ઉપસ્થિત રહેશે.
આયોજનમાં કાલુરામજી વરદાજી ચૌધરી, આલીયારમાં ભાદરાસ, પ્રેમરામજી હકારામજ, ચૌધરી ભોબર લાલરાઈ વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પુખરાજ ભુરાજી લુહાર ભાદરાસ (મો.૯૮૨૫૯ ૪૪૮૦૯, સકારામ ભુરાજી દેવાસી બારવા (મો.૭૮૭૪૬ ૩૪૩૨૯), પુનારામજી કીકાજી ચૌધરી-સીવાસી (મો.૭૩૮૩૫ ૦૮૧૭૬) અને ગૌરક્ષક જીવદયાપ્રેમી કેતન સંઘવી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:44 PM IST)










