<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

સ્‍વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી માર્ગ તરીકે ઓળખાશે

રણછોડનગર શેરી નં. ૧૦ કુવાડવા રોડથી પાણીના ઘોડા સુધીનો માર્ગ હવેથી મનપાના પદાધીકારીઓ અધિકારીઓનો આભાર વ્‍યકત કરતા સંસ્‍થાના પ્રમુખ અશ્વિનભાઇ વિઠ્ઠલાણી

રાજકોટઃ તા.૧૪, સ્‍વતંત્રા સેનાની શુભેચ્‍છક પરિવારની યાદીમાં જણાવ્‍યા  મુજબ રાજકોટ મ્‍યુનિસ્‍પિલ કોર્પોરેશનમાં તા. ર૦ જાન્‍યુઆરીના રોજ જનરલ બોર્ડની બેઠકમાં સ્‍વ. સ્‍વાતંત્ર સેનાની મનુભાઇ વિઠ્ઠલાણીના નામકરણનો પ્રસ્‍તાવ પાસ કરાયેલ છે. જેથી હવે રણછોડનગર શેરી નં. ૧૦ કુવાડવા રોડથી પાણીના ઘોડા સુધીનો જાહેર માર્ગ હવે ‘‘સ્‍વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી માર્ગ '' તરીકે ગૌરવભેર ઓળખાશે.

સ્‍વાતંત્રય સેનાની મનુભાઇ મુળ મેંદરડાના વતની હતાં અને તેમના દાદા રૂગનાથ જાદવજી બાબુ ઓઇલ મીલવાળા ગર્ભ શ્રીમંત વ્‍યાપારી જગજીવનભાઇ રૂગનાથભાઇને ત્‍યાં જન્‍મ થયેલ હતો. તેમની બાળવયે દેશની આઝાદીની આક્રમકતા જોઇને અંગ્રેજ સરકારે ૧૪ વર્ષની નાની ઉંમરે મનુભાઇ હદપારીનો હુકમ કરેલ હતો. કદાચ દેશની આઝાદી પહેલાનો સૌરાષ્‍ટ્રનો પહેલો અને છેલ્લો બનાવ હશે કે આટલી નાની ઉંમરમાં હદપારી કરવામાં આવેલ હોય.

મનુભાઇ મેંદરડા મુકામેથી છેલ્લા ૪પ વર્ષથી પરિવાર સાથે રાજકોટ ખાતે આવી ગયેલ હતાં અને નવા ગામ તથા રાજકોટ શહેરના પારેવડી ચોક તથા રણછોડનગરમાં પોતાનું નંદગોપાલ ગેસ એજન્‍સી નામથી વ્‍યવસાય ધરાવતા હતા.

આ સાથે સ્‍વતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નામકરણ કરવામાં આવતાં તમામ સ્‍વાતંત્ર્ય સેનાની શુભેચ્‍છક પરિવારના સભ્‍યોમાં હર્ષની લાગણી ફેલાયેલ છે અને આ સાથે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્‍યકત કર્યો છે તેમ સંસ્‍થાના પ્રમુખ અશ્વિન મનુભાઇ વિઠ્ઠલાણીએ જણાવ્‍યું હતું.

(3:46 PM IST)