તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
પાંચ હજાર શાળા - કોલેજોમાં માતૃ-પિતૃ વંદનાના કાર્યક્રમો
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દેશભરમાં કાર્યરત, આ સંસ્થા હિન્દુ ધાર્મિક સંસ્થાઓને એક મંચ પર લાવી ‘હિન્દુ આધ્યાત્મિક ફેર'નું દર વર્ષે દેશના વિવિધ રાજયોમાં આયોજન કરે છે : તુલસીજી ટેકવાણી - સુનિલજી જૈન

રાજકોટ : આગામી ૧૬મી ફેબ્રુઆરી સુધીમાં પાંચ હજાર શાળા કોલેજોમાં માતૃ-પિતૃ વંદનાના કાર્યક્રમો યોજાશે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન એ દેશભરમાં કાર્યરત હોવાનું સંસ્થાના ગુજરાત પ્રાંત અધ્યક્ષ તુલસીજી ટેકવાણી અને સહસચિવ સુનિલજી જૈનએ જણાવ્યું હતું.
તેઓ જણાવે છે કે હિન્દુ મંદિરોની સ્થાપના ધર્મ, પૂજા, અર્ચના અને ‘‘વસુધૈવ કુટુંબકમ''ની ભાવના સાથે અમારી સંસ્થા કાર્યરત છે. હિન્દુ ધાર્મિક સંસ્થાઓ મઠ-મંદિરો સાથે અનેક સેવાકાર્યો પણ કરે છે. આંખની હોસ્પિટલ સારવાર કેન્દ્ર, નિઃશુલ્ક ભોજન, નિઃશુલ્ક નિવાસ-છાત્રાલય, નિઃશુલ્ક શાળા-કોલેજ, પર્યાવરણનું જતન, યોગ કેન્દ્ર, સંસ્કાર કેન્દ્ર, સંસ્કૃત પાઠશાળા જેવા અનેક સેવાકાર્ર્યો સાથે જોડાયેલ છે.
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન હિન્દુ ધાર્મિક સંસ્થાઓને એક મંચ ઉપર લાવે છે અને ‘‘હિન્દુ આધ્યાત્મિક ફેર''નું દર વર્ષે ભારતભરના અનેક રાજયોમાં આયોજન કરવામાં આવે છે. હિન્દુ આધ્યાત્મિક ફેરમાં લાખો લોકો મુલાકાત લેવા આવે છે અને હિન્દુ મઠ-મંદિર સંસ્થાઓ દ્વારા ચાલતાં સેવાકાર્યથી પરિચિત થાય છે.
આપણાં માતા-પિતા પ્રત્યે હૃદયમાં રહેલ ભાવના જાહેરમાં પ્રગટ કરવા શાળા-કોલેજો દ્વારા ૧૪મી ફેબ્રુઆરીએ આયોજ કરાવવામાં આવે છે. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન પર્યાવરણ સંરક્ષણ, પારિવારીક અને માનવીય મુલ્યોનું જતન, નારી સન્માન અને સંરક્ષણ, રાષ્ટ્ર ભક્તિ જાગરણ અને જીવ સૃષ્ટિ સંતુલન જેવા સિદ્ધાંતો સાથે કાર્યરત છે.
આજે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ મહાનગર ખાતે સંસ્થાનના ગુજરાત પ્રાંત અધ્યક્ષ તુલસીજી ટેકવાણી અને સહસચિવ સુનીલજી જૈન બેઠકમાં ઉપસ્થિત રહી આગામી વર્ષની જવાબદારીની ઘોષણા કરી અને માર્ગદર્શન આપશે.
ત્યારબાદ બી.જી. ગરૈયા હોમિયોપેથીક અને આયુર્વેદ કોલેજમાં ભારતમાતા પુજન અને પુલવામા હુમલાના શહિદોને શ્રદ્ધાંજલિ આપશે.
આયોજનમાં ગુજરાત પ્રાંત અધ્યક્ષ તુલસીજી ટેકવાણી, સહસચિવ સુનીલજી જૈન, રાજકોટ વિભાગ સંયોજક કૌશિકભાઇ ટાંક, સહસંયોજક માલાબેન લોઢીયા, રાજકોટ મહાનગર સંયોજક પરેશભાઇ ખોખર, સંયોજક એભલભાઇ ગરૈયા, સહ સંયોજક મયુરભાઇ સોની, સહસંયોજક આશાબેન ભટ્ટી, પ્રચાર પ્રસાર સંયોજક ધ્રુવભાઇ કુંડેલ, હિમાંશુભાઇ વરીયા, જીજ્ઞેશભાઇ રામાવત જોડાયા છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સર્વશ્રી તુલસીજી ટેકવાણી, સુનિલજી જૈન, કૌશીકભાઇ ટાંક, એભલભાઇ ગરૈયા, મયુરભાઇ સોની, આશાબેન ભટ્ટી, ધ્રુવ કુંડેલ અને હિમાંશુભાઇ વરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:01 PM IST)










