<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th February 2026

કાલાવડના વેલનાથ ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

રૂ.૧૨,૨૫૦ સાથે પકડી પાંચ શખ્સો વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી કાલાવડ પોલીસ

કાલાવડ:  પોલીસતંત્ર ને ખાનગી રાહે હકીકત મળેલ કે કાલાવડના વેલનાથ ચોક વિસ્તારમાં રહેતા રાકેશભાઇ છોટુલાલ ઘારેવાડીયાના ઘર પાસે જાહેરમાં અમુક શખ્સો ગંજીપતાના પાના વડે તીન પતી રોન  નામનો જુગાર રમતા હોય જેથી બાતમી વાળી જગ્યાયે રેઈડ કરી કુલ પાંચ પુરુષો આરોપીઓને રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૧૨,૨૫૦ સાથે પકડી પાંચ શખ્સો વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી ASI વી.ડી.ઝાંપડીયા નાઓ દ્વારા હાથ ઘરવામાં આવેલ છે.

પોલીસ મહાનિરીક્ષક,રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર યાદવનાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેશો શોધી કાઢવા જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા રવી મોહન સૈની નાઓએ પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મિત રૂદલાલ જામનગર ગ્રામ્ય વિભાગ તથા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.એ.ખોખર નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ ASI વી.ડી.ઝાંપડીયા સાથે HC જીતેનભાઇ હરેશભાઇ પાગડાર તથા PC રણજીતસિંહ હેમુભા જાડેજા તથા PC પ્રકાશભાઇ કાનાભાઇ મકવાણા વીગેરે સ્ટાફના માણસો પ્રોહી,જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન PC રણજીતસિંહ હેમુભા જાડેજા તથા PC પ્રકાશભાઇ કાનાભાઇ મકવાણા નાઓએ પાડેલ દરોડા દરમ્યાન જુગાર રમતા  રાકેશભાઇ છોટુલાલ ઘારેવાડીયા રહે.કુંભનાથપરા વેલનાથ ચોક કાલાવડ જી.જામનગર,  સફીમીયા સતારભાઇ કાજી રહે. ચકકીવારી શેરી કાલાવડ જી.જામનગર, હર્ષદભાઇ મનસુખલાલ ભટ્ટ રહે.કુંભનાથપરા શેરી નં.૩ કાલાવડ જી.જામનગર,  શૈલેશભાઇ જેન્તીભાઇ વરાણીયા રહે.કુંભનાથપરા વેલનાથ ચોક કાલાવડ જી.જામનગર

, હરેશભાઇ ભુપતભાઇ બારીયા રહે.કુંભનાથપરા વેલનાથ ચોક કાલાવડ જી.જામનગર સહિત પાંચને

રોકડા રૂ.૧૨,૨૫૦ તથા ગંજીપતાનાં પાના નંગ-પર  તથા પાથરણુ (પ્લાસ્ટીકનું બાયકુ) નંગ-૦૧ મળીને કુલ મુદ્દામાલ રૂ.૧૨,૨૫૦ સાથે જપ્ત કર્યા છે.

 

આ કામગીરી પોલીસ ઈન્સપેકટર એ.એ.ખોખર તથા ASI વી.ડી.ઝાંપડીયા તથા HC જીતેનભાઇ પાગડાર તથા PC રણજીતસિંહ જાડેજા તથા PC પ્રકાશભાઇ મકવાણા નાઓએ કરેલ છે.

(10:39 AM IST)