તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th February 2026
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીનો જન્મદિન
રાણપુરના સરપંચ પદેથી વણથંભી વિકાસ યાત્રા

રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ આજે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. પ્રવીણાબેન સંજયભાઇ રંગાણી કે જેઓ વર્ષ ર૦ર૩ થી જિલ્લા પંચાયત પ્રમુખ રાજકોટ તરીકે કાર્યરત છે. તેઓ જિલ્લ પંચાયતની કુવાડવા બેઠક પરથી ભાજપના સદસ્ય છે. નાના એવા ગામ રાણપુરના વતની છે. સરપંચ પદથી રાજકીય કારકીર્દીની શરૂઆત કરી આજે તેઓ જિલ્લા પંચાયત પ્રમુખ જેવા મહત્વના પદ સુધી પહોંચ્યા છે. આજે ૧૬ ફેબ્રુઆરી તેમનો જન્મદિવસ છે. તેઓ રાજકોટ તાલુકાના હડાળા ગામના પાદરિયા પરિવારના દીકરી છે.
તેઓ મહિલા સશકિતકરણના ઉત્તમ ઉદાહરણ સ્વરૂપે પ્રથમવાર પોતાના ગામના સરપંચ તરીકે નેતૃત્વ કરી આ પદ સુધી પહોંચ્યા છે. જિલ્લામાં મહિલા ઉત્કર્ષ માટે ઉત્તમ ઉદાહરણરૂપ બની મહિલા ઉત્થાન માટે અનેક કર્યો તેમણે હાથ ધરેલ છે.
મો. ૯પ૭૪ પ૦૯૫૦૯, રાજકોટ
(11:08 AM IST)










