<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

કાલથી CBSEની ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભઃ રાજકોટ જિલ્લામાં ૮ હજાર પરીક્ષાર્થીઓ

 

રાજકોટ તા. ૧૬ :.. પરીક્ષાની મોસમ શરૂ થઇ રહી છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજયુકેશન (CBSE) દ્વારા તા. ૧૭ ના મંગળવારથી ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.  CBSE દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજયુકેશન (CBSE) દ્વારા ધો. ૧૦-૧ર ની પરીક્ષા ભારત સહિત ર૬ દેશોમાં લેવાશે. રાજકોટ શહેર-જિલ્લાના ૮ હજાર મળી કુલ ૪૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજયુકેશન (CBSE) પરીક્ષામાં રાજકોટના કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરા, બેઠક વ્‍યવસ્‍થા, નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.

(11:11 AM IST)