<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રાજકોટ RTOમાં ૮૦ લાખના ખર્ચે નવીનતમ AI ટેક્‍નોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક તૈયાર

ટ્રેકમાં ૩૬૦ ડિગ્રી ફેરવાઈ શકતા ૧૭ આધુનિક કેમેરા અને RFID (Radio Frequency Identification) સેન્‍સર લગાવવામાં આવ્‍યાઃ ટુ-વ્‍હીલર અને ફોર-વ્‍હીલર બંને માટે પરીક્ષા વધુ ઝડપી અને પારદર્શક બનશે

રાજકોટ,તા.૧૬: રાજકોટ RTO કચેરીમાં રૂ. ૮૦ લાખના ખર્ચે નવીનતમ AI ટેક્રોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્‍ટ ટ્રેક તૈયાર થયો છે. આ ટ્રેકમાં ૩૬૦ ડિગ્રી ફેરવાઈ શકતા ૧૭ આધુનિક કેમેરા અને RFID (Radio Frequency Identification) સેન્‍સર લગાવવામાં આવ્‍યા છે. જેના કારણે ટુ-વ્‍હીલર અને ફોર-વ્‍હીલર બંને માટે પરીક્ષા વધુ ઝડપી અને પારદર્શક બનશે.

RTO અધિકારીના જણાવ્‍યા મુજબ નવો AI ટ્રેક સંપૂર્ણપણે ઓટોમેટિક સિસ્‍ટમ પર આધારિત છે. પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસ કે નાપાસ થાય તેનું પરિણામ સીધું સિસ્‍ટમ દ્વારા જનરેટ થશે. પરીક્ષા આપતા પહેલા ઉમેદવારને ફરજિયાત માર્ગદર્શક વીડિયો જોવો પડશે. જેથી ટેસ્‍ટની પ્રક્રિયા અને સમય મર્યાદા વિશે સંપૂર્ણ સમજ મળી શકે.

જૂના ટ્રેક પર માત્ર ૪ CCTV કેમેરા હતા. જ્‍યારે નવા ટ્રેકમાં ૧૭ AI આધારિત કેમેરા સ્‍થાપિત કરવામાં આવ્‍યા છે. આ કેમેરા ૩૬૦ ડિગ્રી વ્‍યૂ કવર કરશે. જેના કારણે ભૂલોની ચોક્કસ ઓળખ શક્‍ય બનશે. નાપાસ થનાર ઉમેદવારને પોતાની ભૂલ વિશે સ્‍પષ્ટ માહિતી મળશે જેથી તે ફરી ટેસ્‍ટ આપે ત્‍યારે સુધારો કરી શકે.

ટ્રેકમાં અંડરગ્રાઉન્‍ડ વાયરિગ દ્વારા સેન્‍સર મૂકાયા છે. જેથી વરસાદ કે વાવાઝોડા જેવી પરિસ્‍થિતિમાં પણ કામગીરી પર અસર નહીં પડે. સાથે જ પાવર બેકઅપ સિસ્‍ટમ હોવાને કારણે વીજ પુરવઠો ખોરવાય ત્‍યારે પણ ટેસ્‍ટ પ્રક્રિયા ચાલુ રહેશે. રાજકોટમાં દરરોજ આશરે ૫૦૦ અરજદારો (ટુ-વ્‍હીલર, ફોર-વ્‍હીલર અને હેવી વ્‍હીકલ) પરીક્ષા આપવા આવે છે. જેથી આ સુવિધા નોંધપાત્ર રાહત આપશે.

ફોર-વ્‍હીલર ટ્રેક પર ૫ RFID સેન્‍સર અને ઢાળ, પાર્કિગ, ઇંગ્‍લિશ નંબર ૮, રિવર્સ સહિતના વિભાગો માટે ૫ કેમેરા મુકાયા છે. ટુ-વ્‍હીલર ટ્રેક પર ૨ RFID સેન્‍સર અને ૨ કેમેરા કાર્યરત રહેશે. સમગ્ર પ્રક્રિયા AI આધારિત હોવાથી દરેક મૂવમેન્‍ટ સિસ્‍ટમમાં રેકોર્ડ થશે.

રાજ્‍યભરમાં ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૭ પછી ટ્રેક મેન્‍ટેનન્‍સનો કોન્‍ટ્રાક્‍ટ રીન્‍યુ ન થતા ટેકનિકલ સમસ્‍યાઓ વારંવાર ઉભી થતી હતી. રાજકોટ RTOમાં પણ ટ્રેક મેન્‍ટેનન્‍સ માટે અલગ ટેકનિકલ સ્‍ટાફ ન હોવાથી અધિકારીઓએ બે શિફટમાં કામગીરી સંભાળી હતી. ૧૩ વર્ષ જૂના કેમેરાની ખામીઓ અને કનેક્‍ટિવિટી સમસ્‍યાઓને કારણે ટેસ્‍ટ પ્રક્રિયા અટકતી હતી. હવે AI આધારિત નવો ટ્રેક શરૂ થતાં આ તમામ મુશ્‍કેલીઓનો મોટાભાગે અંત આવશે અને ડ્રાઇવિંગ ટેસ્‍ટ પ્રક્રિયા વધુ કાર્યક્ષમ, પારદર્શક અને ટેક્રોલોજી આધારિત બ

નશે.

(11:45 AM IST)