<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

દેવપરાની સોનલબેનને પતિ વિઠ્ઠલે રસ્‍તા પર વાળ ખેંચી પથ્‍થરથી ફટકારી

પોતાના ભાઇ સાથે વાત કરતી હોઇ પતિ વિઠ્ઠલને ન ગમતાં વાવડી સુધીના રસ્‍તે ચલાવતાં ચલાવતાં લઇ જઇ મારકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ પર દેવપરામાં શાક માર્કેટ પાસે રહેતી સોનલબેન વિઠ્ઠલ મકવાણા (ઉ.વ.૨૨) નામની નવોઢાને તેના પતિ વિઠ્ઠલ વિનોદભાઇ મકવાણાએ વાવડી ગામના રસ્‍તે ઢીકાપાટુનો માર મારી માથામાં પથ્‍થર મારી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને કરી હતી. સોનલબેને હોસ્‍પિટલના બીછાનેથી કહ્યું હતું કે મારા માવતર કોઠારીયામાં રહે છે. મારા લગ્ન આઠ મહિના પહેલા જ વિઠ્ઠલ મકવાણા સાથે થયા છે. અમારી જ જ્ઞાતિના તે હોઇ અમે લવમેરેજ કર્યા છે. મારા ભાઇ મને રોડ પર   મળ્‍યા હોઇ મારી સાથે વાત કરતાં હોઇ આ બાબત પતિને ન ગમતાં મને દેવપરાથી વાવડી રોડ પર ચલાવીને લઇ જઇ બાદમાં વાવડી રોડ પર વાળ પકડી ઢીકાપાટુનો માર મારી તેમજ રસ્‍તા પરથી પાણો ઉપાડી માથામાં માર્યો હતો. આ વખતે હું રાડો પાડતી હોઇ એક બહેન આવતાં મારો પતિ મને મુકીને ભાગી ગયો હતો. બાદમાં હું હોસ્‍પિટલમાં દાખલ થઇ હતી. તેમ વધુમાં સોનલબેને કહેતાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(2:35 PM IST)