News of Monday, 16th February 2026
બે બે શોભાયાત્રાઓ સાથે રાજકોટ બન્યુ શિવમય : મહાશિવરાત્રીની ધર્મમય ઉજવણી

રાજકોટ : મહાશિવરાત્રી નિમિતે સમગ્ર રાજકોટ શિવમય બની ગયુ હતુ. તમામ શિવાલયોમાં ચાર પ્રકારની આરતી, પૂજા, અભિષેક અને સત્સંગ - ભક્તિનામ કાર્યક્રમો આયોજીત થયા હતા. તેમજ સનાતન હિન્દુ ધર્મ સમિતિ અને દશનામ ગોસ્વામી સમાજ દ્વારા જૂદા જૂદા સ્થળોએથી શિવ શોભાયાત્રાઓ યોજવામાં આવી હતી., એક શોભાયાત્રા શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ ચોૈધરી હાઇસ્કૂલ મેદાન ખાતે વિરામ પામી હતી. જ્યારે બીજી શોભાયાત્રા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન પામી હતી. જ્યારે બીજી શોભાયાત્રા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન પામી નિયત રૂટ ઉપર ફ.રી ૮૦ ફૂટ રોડ કાર્તીક પાર્ટી પ્લોટ સામેના મેદાન વિરામ પામી હતી. ઉપરોક્ત વિવિધ તસ્વીરોમાં શિવાલીંગની પૂજા, ભગવાન પશુપતિનાથનો ફલોટ, શિવજીની વેશભુસા,આદી યોગીની પ્રતિકૃતિ, ભાંગની પ્રસાદીનું વિતરણ, બાઇક અને કારનો કાફલો તેમજ રાસ મંડળીની સમઝટના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:40 PM IST)










