News of Monday, 16th February 2026
કોઠારિયા રોડના શ્રધ્ધાપાર્કમાં પાણીના ખાબોચિયાથી લોકો હેરાન- પરેશાનઃ આંદોલનની ચિમકી
વારંવાર બહેરા તંત્રને રજુઆત કરવા છતા પરિણામ શુન્યઃ બે દિ'માં સમસ્યા ઉકેલવા વિસ્તારવાસીઓની ઉગ્ર માંગ

રાજકોટ તા.૧૬: શહેરમાં છાસવારે પાણીની લાઇન ભંગાણની ઘટના બને છે ત્યારે કોઠારીયા વિસ્તારમાં પણ વારંવાર લાઇન લીકેજની રહેવાસીઓ હેરાન-પરેશાન બન્યા છે.
અહીંના શ્રધ્ધાપાર્ક વિસ્તારમાં પાણી લાઇન લીકેજની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. તંત્રના કાને વારંવાર રજુઆત કરવા છતા કોઇ હલ આવતો નથી. આવવા- જવાના મુખ્ય માર્ગ ઉપર પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હોવાથી રોગચાળાનો ભય પણ ઉદભવી રહયો છે.
વિસ્તારવાસીઓ દ્વારા જો લાઇન લીકેજ અને પાણી ભરાવાની સમસ્યાનો બે દિવસમાં ઉકેલ નહી આવે તો ઉગ્ર વિરોધ- આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(4:00 PM IST)










