<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

રેલનગરમાં બે બાઇકના અકસ્‍માતમાં સંતોષીનગરના ભુપતભાઇ ટોયટાનું મોત

કામેથી ઘરે જતાં હતાં ત્‍યારે અકસ્‍માત સર્જાયોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૧૬: રેલનગર સંતોષીનગરમાં રહેતાં ભુપતભાઇ ચનાભાઇ ટોયટા (ઉ.વ.૪૦) નામના યુવાન રવિવારે સાંજે આઠેક વાગ્‍યે રેલનગર મેઇન રોડ પર બાઇક હંકારીને જતાં હતાં ત્‍યારે કોઇ અજાણ્‍યા બાઇકના ચાલકે અકસ્‍માત સર્જતા ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. સિવિલ હોસ્‍પિટલમાં આજે બપોરે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર ભુપતભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે ગાડી ઉતારવા, ચડાવવાનું કામ કરતાં હતાં. કામેથી ઘરે આવતી વખતે બનાવ બન્‍યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. 

 

(3:33 PM IST)