તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
વોર્ડ નં.૩ માં અનેકવિધ કામોનું ખાતમુહૂર્ત

વિધાનસભા-૬૮ના વોર્ડ નં. ૩ માં રેલનગર-૨ સોસાયટીના કોમન પ્લોટમાં રૂ. ૧૭ લાખના ખર્ચે પેવિંગ બ્લોક કામ, મહારાણા પ્રતાપ ટાઉનશીપ વિસ્તારમાં સી. સી. રોડનું કામ, પોપટપરા ખાતે રૂ. ૮૫ લાખના ખર્ચે બોક્સ ગટર કામ તેમજ રેલનગર વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની દીવાલના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટરો અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણી, પૂર્વ વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી કપિલભાઈ નથવાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડ એ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ'ના મંત્ર સાથે કાર્યરત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી તેમજ ભાજપ શાસિત મહાનગર પાલિકા દ્વારા પ્રથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને શહેરના દરેક ખૂણે વિકાસ પહોંચે તે માટે સતત ઙ્કતિબદ્ધતા વ્યક્ત થાય છે. ત્યારે વિધાનસભા -૬૮ માં વોર્ડ નં.૩ માં વિવિધ વિકાસ કાર્યો થકી રેલનગર, મહારાણા પ્રતાપ ટાઉનશીપ અને પોપટપરા વિસ્તારમાં રહેવાસીઓને સુવિધાસભર અને સ્વચ્છ વાતાવરણ મળશે. પેવિંગ બ્લોક કામથી કોમન પ્લોટ વધુ ઉપયોગી બનશે. સી.સી. રોડ કામથી વરસાદી પાણીના કાદવથી રાહત મળશે. વાહનવ્યવહાર સરળ બનશે અને માર્ગ સુરક્ષા વધશે. બોક્સ ગટર કામથી પાણીની નિકાસની સમસ્યા દૂર થઈ સ્વચ્છતા અને આરોગ્યમાં સુધારો થશે.મંદિરની દીવાલના નિર્માણથી ધાર્મિક સ્થળની સુરક્ષા અને સૌંદર્યમાં વધારો થશે. આ તકે અજય મજીઠિયા, ડી.બી. ખીમસૂરિયા, હીતુભા, કિશોરસિંહ સોઢા, હીનાબા, વિલાસબા, તળષાબા, તળપ્તિબેન, વૈશાલીબા, દિલાવરભાઈ, ઘનશ્યામસિંહ સોઢા, લક્ષ્મણભાઈ, ગીતાબેન, રેખાબેન બાવાજી, સોનલબેન, કપિલ વાઘેલા, ભીખુભાઈ સહિતના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
(2:08 PM IST)










