<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જંગલેશ્વરમાં રહેતાં લિસ્ટડેડ બૂટલેગર ઇમરાનઅલીને પાસામાં ધકેલી દેવાયો

પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ આર. કે. જાડેજા, પી. બી. ત્રાજીયાની ટીમે વોરન્ટ બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલ્યો

રાજકોટ તા. ૧૭: અલગ અલગ ગુનાઓમાં સામેલ શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દેવાની પોલીસ કમિશનરની ઝુંબેશ અંતર્ગત જંગલેશ્વર શેરી નં. ૨ શાળા નંબર-૭૦ પાછળ નદી કાંઠે રહેતાં ઇમરાનઅલી અનીશભાઇ શેખ (ઉ.વ.૩૬)ને પાસા તાળે અમદાવાદ જેલમાં ધકેલી દેવાયો છે.

ઇમરાનઅલી વિરૂધ્ધ ડીસીબી, ભકિતનગર, બી-ડિવીઝન, એ-ડિવીઝનમાં દારૂના સાત અને હથીયારધારાના બે ગુના મળી કુલ નવ ગુના અત્યાર સુધીમાં નોંધાઇ ચુકયા છે. લિસ્ટેડ પ્રોહીબીશન બુટલેગર એવા આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરતાં તેને અમદાવાદ જેલમાં ધકેલાયો છે.

દરખાસ્ત તૈયાર કરવાની અને વોરન્ટ બજવણી કરવાની કામગીરી પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવેએ કરી હતી

(4:18 PM IST)