તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th February 2026
ક્રાઇમ બ્રાંચે ૨.૩૮ લાખનો વિદેશી દારૂ ભરેલું રેઢુ વાહન ઝડપી લીધું
ત્રંબા નજીક ઢાંઢીયા-હડમતીયાના રસ્તે ચેકડેમ પાસે દરોડો પીઆઇ ગોડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની રાહબરીમાં કાર્યવાહીઃ અનિલભાઇ સોનારા, કનકસિંહ સોલંકી, હરપાલસિંહ જાડેજા અને રાજેશભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૧૮: શહેર પોલીસ દ્વારા હાલમાં ચાલી રહેલી દારૂ અને જુગારની ડ્રાઇવ અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમ ભાવનગર રોડ પર ત્રંબા ગામ પાસેના ચેકડેમ નજીકથી નંબર પ્લેટ વગરનું અશોક લેલેન્ડ દોસ્ત વાહન ઝડપી લીધું છે. જેમાંથી ૨,૩૮,૧૬૦નો વિદેશી દારૂ મળ્યો છે.
ક્રાઇમ બ્રાંચના એએસઆઇ અનીલભાઇ સોનારા, હેડકોન્સ. કનકસિંહ સોલંકી, હરપાલસિંહ જાડેજા અને કોન્સ. રાજેશભાઇ ચાવડા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ તમામને બાતમી મળી હતી કે ઼ઢાંઢીયા ગામથી હડમતીયા ગોલીડાના રસ્તે ચેકડેમ પૂલ પાસે દારૂ ભરેલુ વાહન પડ્યું છે. આથી ટીમે ત્યાં પહોંચી તપાસ કરતાં નંબર પ્લેટ વગરનું દોસ્ત વાહન જોવા મળ્યું હતું. જમેાં ચાલક હાજર નહોતો હાજર નહોતો. વાહનની પાછળ ઢાંકેલી કાળા રંગની તાડપત્રી હટાવી ત્યારે તેમાંથી કુલ ૨૪ બોકસ અને ૪ પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા. આ જથ્થામાં અલગ-અલગ બ્રાન્ડની દારૂના કુલ ૧૩૮૪ ચપલા મળી આવ્યા હતાં. જેમાં રૂ. ૧,૭૦,૦૦૦ની કિંમતની રીટઝ રિઝર્વ સુપીરીયર ગ્રેઈન વ્હીસ્કીના૧૦૦૦ ચપલા, રૂ. ૫૨,૮૦૦ની કિંમતની લંડન પ્રાઈડ પ્રીમિયમ વ્હીસ્કીની ૧૯૨ ચપલા ૧૮૦ એમએલના અને રૂ. ૧૫,૩૬૦ની કિંમતના જ્યુબિલી સ્પેશિયલ વ્હિીસ્કીની ૧૯૨ ચપલાઓનો સમાવેશ થાય છે. કુલ ૨,૩૮,૧૬૦ નો દારૂ અને ૧ લાખનું વાહન મળી કુલ રૂ. ૩,૩૮,૧૬૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં કરવામાં આવી હતી. વાહન નંબરને આધારે પોલીઁસે તેના માલિક-ચાલકની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ હેડકોન્સ. કનકસિંહ સોલંકી ચલાવી રહ્યા છે.
(4:19 PM IST)










