<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

શાપર-વેરાવળમાં પકડાયેલ દારૂના જથ્‍થા ઉપર રોલર ફેરવાયુઃ

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક   વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ ડિવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી કે.જી.ઝાલા   દ્વારા   પેન્‍ડીંગ પડેલ મુદ્દામાલનો નીકાલ કરવા સુચના કરેલ હોય, જે અન્‍વયે શાપર (વે.) પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં છેલ્લા ચાર માસ દરમ્‍યાન કુલ ૧૮ (અઢાર) પ્રોહીબીશનના ગુન્‍હાઓમાં પકડાયેલ જુદી જુદી બ્રાન્‍ડનો ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો નાશ કરવા શ્રી,જ્‍યુ. (ફ.ક.) મેજી. કોટડાસાંગાણી કોર્ટ એ મંજુરી આપતા   પારડી ગામથી ઢોલરા ગામ જતા રસ્‍તા ઉપર આવેલ ખોડીયાર ધાર ખાતે  કમીટી મેમ્‍બર   મહક જૈન,  સબ ડીવીજનલ મેજીસ્‍ટ્રેટ રાજકોટ શહેર પ્રાંત-૨,  કે.જી.ઝાલા,ના.પો.અધિક્ષક ગોંડલ ડિવીઝન, એકજી.મેજી અને મામલતદાર  કોટડાસાંગાણી,અધિક્ષક શ્રી, નશાબંધી આબકારી રાજકોટ તથા આર.બી રાણા પોલીસ ઇન્‍સ. શાપર (વે.) પો.સ્‍ટે.ની હાજરીમાં   ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૩૩૮૨ કુલ કિંમત રૂ.૬,૫૧,૫૦૦/-ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્‍યો હતો.

(2:37 PM IST)