<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

દાવત-બીસલેરી-કલીયર સહિતની બ્રાન્‍ડના પેકેજડ ડ્રીંકીંગ વોટર પીવા લાયક છે કે નહીઃ ૬ નમુના લેવાયા

પાણીના કેરબા બાદ પાણીની બોટલ ઉપર ફૂડ શાખા ત્રાટકી મોચીનગર મેઇન રોડ-બજરંગવાડી વિસ્‍તારમાં ૧ર ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્‍સ અંગે સૂચનાઃ મનપાની કાર્યવાહી

રાજકોટ, તા. ૧૭: ઉનાળાની ઋતુ શરૂ થતા લોકો વધુ માત્રામાં પાણી પીતા હોય છે. જે અન્‍વયે ગત અઠવાડીયે પાણીના જગ બાદ આજે વિવિધ કંપનીઓની પાણીની બોટલના નમુના લેવાની કાર્યવાહી ફુડ શાખા દ્વારા કરવામાં આવી હતી.

મનપાની સત્તાવર યાદી મુજબ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ખાસ ઝુંબેશ હેઠળ. કુલ ૦૩ પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં, ફૂડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ્‍સ એક્‍ટ-૨૦૦૬ હેઠળ, પેકેજડ ડ્રિકીંગ વોટરના કુલ ૬ નમૂના લેવામાં આવેલ.

જેમાં દાવત પેકેજડ ડ્રિકીંગ વોટર વીથ મીનરલ્‍સ (૧ લી પેક બોટલ) મહાવીર એજન્‍સી, શક્‍તિ કોલોની-૨, લંડન આઇ પાસે, કિસાનપરા ચોક પાસે, ઇન્‍ડીમેન્‍ડેન્‍સ વોટર વીથ મીનરલ્‍સ (૭પ૦ એમએલ પેક બોટલ),  SSDN ગ્‍લોબલ ટ્રેડિંગ પ્રા. લિ. કિશનપરા-૪, કલીયર પેકેજડ ડ્રિકીંગ વોટર (૧ લી. પેક બોટલ) તથા નેચરલ હીના પેકેજડ ડ્રીકીંગ વોટર (૧ લી. પેક બોટલ) અંબિકા એન્‍ટરપ્રાઇઝ, અલાબૈના ભાઠા પાસે, ૨૭-જગનાથ, બીસલેરી વેદીકા હિમાલયન સ્‍પ્રીંગ વોટર (૧ લી. પેક બોટલ) તથા બીસલેરી પેકેજડ ડ્રીંકીંગ વોટર (૧ લી. પેક બોટલ) મહાવીર એજન્‍સી, શક્‍તિ કોલોની-૨, લંડન આઈ પાસે, કિસાનપરા ચોક પાસે થી નમૂના લેવામાં આવ્‍યા હતા.

ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના મોચીનગર મેઇન રોડ બજરંગવાડી વિસ્‍તારમં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ર૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧ર ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧ર ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાદ્યચીજોના કુલ ર૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

જેમાં હિંદ બેકરી, જય સોમનાથ પુરી શાક, ખોડિયાર ફાસ્‍ટ ફૂડ, કિષ્‍ના જનરલ સ્‍ટોસ, આવકાર પ્રોવિઝન સ્‍ટોર, ન્‍યુ ગણેશ મેડિકલ, માં મેડિકલ, મારુતિ દાળપકવાન, બાલાજી સેન્‍ડવિચ, જય સોમનાથ ઘુઘરા, રાધે ફરસાણ તથા શ્રી રામ ખમણ ને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ

(4:18 PM IST)