<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

રાજવી પરિવારને કરોડોની જમીન ફાળવવા મામલે કાલે સીટી પ્રાંત સમક્ષ થશે સુનાવણી

બે વખત મુદત પડીઃ માધાપર-લાલપરી-સરધાર પાસેની જમીનનો મામલોઃ ભારે ઉત્તેજના

રાજકોટ, તા., ૧૭: રાજકોટના રાજવી પરિવારમાં મિલ્‍કતને લઇને વિવાદનો કેસ ફરી ઉખળ્‍યો છે. કરોડોની જમીન મુદે અને રાજવી પરિવાર જે જમીન ફાળવવા અંગે આવતીકાલે સીટી પ્રાંત ચાંદની પરમાર અધ્‍યક્ષસ્‍થાને કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં માધાપર અને સરધારની, તથા લાલપરી પાસેની જમીન અંગેનો વિવાદ છે.

વર્ષો પહેલા તત્‍કાલીન મામલતદારે રાજવી પરિવારને એએલસી એકટ હેઠળ કેસ ચલાવી કરોડોની જમીન ફાળવી હતી. આ સામે રાજકોટ કલેકટરે સીટી પ્રાંત -૧ સમક્ષ જે તે સમયે અપીલ કરી હતી. જે કેસ સીટી પ્રાંત-૧ ચાંદની પરમારે હાથ ઉપર લીધો છે. બે વખત સુનાવણી બાદ હવે આવતીકાલે ત્રીજી વખત સુનાવણી થશે. કેસ અંગે ભારે ઉતેજના છે.

(3:24 PM IST)