<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

નિમય પુરોહીતને JEE મેઈન્‍સના પરિણામમાં ૧૦૦ પર્સેન્‍ટાઈલ સાથે ગુજરાત ફર્સ્‍ટ

રાજકોટની ઈનોવેટીવ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલનો તેજસ્‍વી છાત્ર જાણીતા ફીઝીયોથેરાપીસ્‍ટ ડો.હર્ષલભાઈ પુરોહીતના સુપુત્ર નિમયને ૧૦૦ તો બેન નિયાને ૯૮.૩ પર્સન્‍ટાઈલ

રાજકોટ, તા.૧૭: નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી દ્વારા દેશની ટોચની એન્‍જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી જેઈઈ મેઈન્‍સના પરિણામમાં રાજકોટના વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું. રાજકોટના નિમય પુરોહિતે ૧૦૦ પર્સેન્‍ટાઈલ સાથે રાજ્‍યમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું હતું.  તેણે ૩૦૦માંથી ૨૯૧ ગુણ મેળવ્‍યા છે. IIT અને NITમાં પ્રવેશ માટે જાન્‍યુઆરીમાં લેવાયેલી આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ બેઠા હતા.

ઇનોવેટિવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના વિદ્યાર્થી નિમેયના માતા-પિતા દર્શનાબેન અને હર્ષલભાઈ પુરોહિત ફિઝિયોથેરાપિસ્‍ટ છે. તેની જોડિયા બહેન નિયાએ પણ ૯૮.૩ પર્સન્‍ટાઈલ મેળવ્‍યા હતા. નિમય પુરોહીતે જણાવ્‍યું હતું કે, મેં ધોરણ ૯ થી પરીક્ષા માટે કોચિંગ શરૂ કર્યું હતું, જ્‍યારે મારી બહેને ધોરણ ૮ થી શરૂઆત કરી હતી. મારા માતા-પિતા હેલ્‍થકેર ક્ષેત્રમાં હોવા છતાં, ગણિતમાં મારો પાયો મજબૂત હોવાથી અને ઈનોવેશનમાં રસ હોવાથી હું એન્‍જિનિયરિંગ તરફ આકર્ષાયો હતો. હવે મારો લક્ષ્ય JEE એડવાન્‍સ્‍ડમાં સારો સ્‍કોર કરીને IIT બોમ્‍બેમાં કોમ્‍પ્‍યુટર સાયન્‍સ એન્‍જિનિયરિંગમાં પ્રવેશ મેળવવાનો છે.

નિમેય કહ્યું કે તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો કે સતત ભણતા રહેવાનો કોઈ કડક નિયમ પાળ્‍યો નથી. તેણે કહ્યું, જો તમારી પાસે સ્‍પષ્ટ પ્‍લાન હોય, તો દિવસમાં લગભગ છ કલાકનો સમર્પિત અભ્‍યાસ કરી શકે છે. મેં રમવાનો સમય કે શાળાના કલાકો પણ ચૂકયા નથી. મેં મારા અન્‍ય શોખ પૂરા કરવા માટે દરરોજ ચોક્કસ સમય ફાળવ્‍યો હતો. પોતાની તૈયારીની વ્‍યૂહરચના વિશે વાત કરતા નિમયે જણાવ્‍યું કે તેણે NCERTના અભ્‍યાસક્રમ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું અને પાછલા વર્ષોની પરીક્ષાની પદ્ધતિ અને પ્રશ્‍નોનો ઊંડાણપૂર્વક અભ્‍યાસ કર્યો હતો.

(3:34 PM IST)