તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
મ્યુનિ. તંત્રની નોટીસની હાઉસીંગ બોર્ડ દ્વારા અવગણના થતા રંગોલી પાર્ક યોજના અન્વયે યોગ્ય કરવા કલેકટરને રજુઆત

રાજકોટ, તા., ૧૮: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટ વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો ૧૫ દિવસ પછી પ્રતિક ઉપવાસ આંદોલન બાબતે રંગોલી પાર્કના ભીખાલાલ સહાયતા દ્વારા કલેકટરને પત્ર પાઠવવામાં આવેલ છે.
પત્રમાં તેઓએ જણાવેલ છે કે આ બાબત ગંભીર ચિંતાનો વિષય છે મ્યુનિ. કોર્પોરેશનને એ તા. ૧૬ ડિસેમ્બર ના રોજ ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટને નીચે મુજબની ગેરરીતિઓ બાબતે નોટિસ પાઠવી હતી. જેમાં મંજુર કરાયેલ નકશાનો ભંગ, બિલ્ડિંગ યુઝ (BU) પરમિશનની શરતોનું ઉલ્લંઘન, કાયદેસર નીતિ-નિયમોનું પાલન ન કરવું તેવી વિગતો જણાવી હતી.
આ નોટિસ આપ્યા બાદ નોંધપાત્ર સમય વીતી જવા છતાં મ્યુનિ. દ્વારા હાઉસીંગ બોર્ડ રાજકોટ સામે કોઈ સ્પષ્ટ અને કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિલંબ અને નિષ્ક્રિયતા હજારો નાગરિકોને માનસિક પીડા, અસુરક્ષા અને અન્યાયનો અનુભવ કરાવે છે.
જો કોઈ સામાન્ય નાગરિક બિલ્ડિંગ નિયમોનો ભંગ કરે તો તાત્કાલિક કાર્યવાહી થાય છે, પરંતુ જ્યારે સરકારી સંસ્થા દ્વારા ઉલ્લંઘન થાય છે ત્યારે કાર્યવાહી લંબાય છે ラ જે કાયદાની સમાનતા અને જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
હું આ પત્ર દ્વારા સત્તાવાર રીતે ૧૫ (પંદર) દિવસની નોટિસ આપું છું. જો આ સમયગાળા દરમ્યાન મ્યુનિ. દ્વારા ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજકોટ વિરુદ્ધ કાયદેસરની, પારદર્શક અને સ્પષ્ટ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે, તો હું શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિ હેઠળ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવા મજબૂર થવુ પડશે.
આ નિર્ણય કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ અન્યાય અને પ્રશાસનિક નિષ્ક્રિયતા વિરુદ્ધ છે. એક વરિષ્ઠ નાગરિક અને નિઃસ્વાર્થ માનવસેવામાં સંકળાયેલા વ્યક્તિ તરીકે હું હંમેશા કાયદેસર અને બંધારણીય માર્ગ અપનાવ્યો છે. છતાં સતત મૌન અને વિલંબને કારણે હવે આ પગલું લેવું જરૂરી બની રહ્યું છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડને અપાયેલી નોટિસ અંગે આરએમસી પાસેથી એટીઆર જાહેર કરાવવા દિશા-નિર્દેશ આપવા તેમજ મંજુર નકશા અને BU શરતોનું કડક પાલન સુનિヘતિ કરાવશો. અસરગ્રસ્ત ફ્લેટધારકો અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશો. પરિસ્થિતિ વિકટ ન બને તે માટે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરશો. ન્યાય અને પ્રશાસનમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે હિતમાં આ બાબતને તાત્કાલિક ગણાવી જરૂરી પગલાં ભરવા વિનંતી છે તેમ પત્રના અંતમાં ભીખાલાલ સહાયતાએ જણાવેલ છે.
(2:22 PM IST)










