<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

સરકારી જમીન પ્‍લોટ ઉપર મોટા પ્રમાણમાં ઝૂપડપટ્ટી તથા દારૂ-અસામાજીક પ્રવૃતિઓની રાવઃ કલેકટરને આવેદન

અંબિકા પાર્ક ફલેટઓનર્સ એસો.ના આગેવાનો દોડી આવ્‍યાઃ બહેનો-દીકરીઓને બહાર નીકળવું અઘરૂ થઇ ગયું છે

રાજકોટ તા. ૧૮: સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાછળ આવેલ અંબીકા પાર્ક ફલેટઓનર્સ એસો.એ કલેકટરને આવેદન પાઠવી સરકાર હસ્‍તકનાં ખુલ્લા પ્‍લોટમાં થયેલ દબાણ તથા અસામાજિક પ્રવૃતિઓ દુર કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે, મવડી વિસ્‍તારની અંબિકાપાર્ક વિસ્‍તારમાં જુદા જુદા ફલેટ ટેનામેન્‍ટમાં વસવાટ કરીએ છીએ. અમારા વિસ્‍તારના તમામ રહીશો વતી તમામ ફલેટનાં પ્રમુખની અરજ છે કે અમારા વિસ્‍તારની પヘમિ દિશામાં બીજા રીંગ રોડની તદ્દન નજીક મવડી ટી.પી. સ્‍કીમનાં ર૮નાં સર્વે નાં. ૧૯૪ પૈકી પ્‍લોટ નાં. ૪૮, ૪૮/૧, તથા ૪૮/બી નંબરનાં ખુલ્લા પ્‍લોટ કે જે સરકારી જમીનનાં કલેકટર હસ્‍તકનાં છે.

આ બાબતે અમારી રજુઆત સાથે ફરિયાદ છે કે આ પ્‍લોટમાં છેલ્લા ૬-૭ માસથી ખુબ મોટા પ્રમાણમાં ઝુંપડપટ્ટી બનાવી ઘણું મોટું દબાણ કરી રોજ ખુલ્લેઆમ દારૂનું વેંચાણ, માસ મટનનું વેચાણ થાય છે અને અસામાજિક પ્રવૃતિઓનું પ્રમાણ ખુબ વધી ગયેલ છે. આ પ્‍લોટની બાજુમાં જ ટી.પી.નો પ૦ ફૂટનો રસ્‍તો નીકળે છે તેમાં આજુબાજુની કન્‍સ્‍ટ્રકશન સાઇટનો સોલીડ વેસ્‍ટ રસ્‍તા ઉપર નાખી આ રસ્‍તો પણ બ્‍લોક કરેલ છે. અમારા બધાના વસવાટ આ પ્‍લોટની સામેજ હોઇ તમામ રહીશો, બહેન દીકરીઓને બહાર નીકળવું ઘણું અઘરૂં થઇ ગયેલ છે. આ સરકારી જમીન નવા રીંગ રોડની નજીક હોઇ ઘણી કિંમતી જમીન છે. તો આ જમીન ઉપરનું દબાણ તથા અસામાજિક પ્રવૃતિઓ દુર કરાવી તમામ પ્‍લોટમાં તાર ફેન્‍સીંગ કે સિમેન્‍ટની દીવાલ બનાવવા અથવા કોઇ સારી પ્રવૃતિ માટે ઉપયોગમાં લેવાય તેવી અસરકારક કાર્યવાહી કરવા સબંધિતોને સૂચના અપાઇ જવા વિનંતી છે.

(2:37 PM IST)